પોરબંદરમાં બે જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારીઓ ઝડપાયા

  • September 30, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બે જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારીઓ ઝડપાયા છે. 
ઝુંડાળામાં દરોડો
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં ખાડી કાંઠે જાહેરમાં જુગાર રમતી મંગળા ઉર્ફે મુન્ની ઉર્ફે મંજુ પ્રેમજી સોલંકી, ટમુબેન જગદીશ ચુડાસમા, સવિતાબેન મનસુખ રાઠોડ અને જીવીબેન પ્રવીણ મરદનીયાને જાહેરમાંથી જુગટુ ખેલતા ૭૯૫૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડી હતી. દરોડો પાડયો ત્યારે રાત્રિનો સમય હોવાથી સવારે પોલીસમથકે હાજર થવા સમજ અપાઇ હતી.
પંચાયતચોકી વિસ્તારમાં દરોડો
છાયાની પંચાયત ચોકી નજીક બાલાજી એજન્સી વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા અને એજ વિસ્તારમાં રહેતા નરબત દેવશી જાડેજા, કેશુ હરદાસ કારાવદરા, છાયાની રઘુવંશી સોસાયટીમાં રહેતા ભીખા નારણદાસ ઠકરાર, ભરત મોહન વાજા અને છાયાના ક્રિષ્નાપાર્કમાં રહેતા પ્રવીણ ઉર્ફે ભીખુ પરસોતમ ઠકરારને ૧૦,૨૦૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application