બે પાંજરા મુકાયા
જામનગરની ભાગોળે આવેલ વિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યમાં શનિવારે દીપડાના ફૂટ પ્રિન્ટ મળી આવતા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું હતું,અને પક્ષી અભયારણ્ય પાર્ટ-૧ મુલાકાતીઓ માટે બંધ કરીને દીપડાના સગડ મેળવવા ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખીજડીયા પક્ષી અભ્યારણ પાર્ટ વનમાં પેટ્રોલિંગ દરમિયાન એક દીપડાના ફુટ પ્રિન્ટ મળી આવ્યા હતા, જ્યારે દીપડો આંટાફેરા કરતો હોય તેવો એક વિડિયો પણ સામે આવ્યો હતો. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું, અને તાત્કાલિક અસરથી ખીજડીયા પક્ષી અભ્યારણ પાર્ટ-૧ ને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવી હતી
ફોરેસ્ટ વિભાગની ટીમની શોધ ખોળ દરમિયાન દીપડાના વધુ ફુટ પ્રિન્ટ મળી આવ્યા હતા. તપાસમાં તેણે એક ભૂંડનું મારણ કર્યું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, અને તેના અવશેષો મળ્યા છે.દીપડો પાર્ટ -૧ વિસ્તારમાં જ આટા ફેરા કરતો હોવાથી ફોરેસ્ટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં દીપડા દ્વારા કરવામાં આવેલ વધુ બે મારણ અને વધુ ફૂટ પ્રિન્ટ મળી આવ્યા હતા.ઉપરાંત પક્ષી અભ્યારણ પાર્ટ-૧ ના અલગ અલગ બે વિસ્તારમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે અને તેના પર વોચ રાખવામાં આવી રહી છે.
ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા દીપડાને પકડવા બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના ઓફિસર દક્ષાબેન વઘાસિયાની દેખરેખ હેઠળ ૧૧ કર્મચારીઓની ટીમ કાર્યરત છે. આ વિસ્તારમાં દીપડાની એન્ટ્રીને લઈને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech