રાત્રિ કરફ્યુ સબબ બંધ થયેલ એસ.ટી. બસો આજથી પૂર્વવત

  • June 30, 2021 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૪ એક્સપ્રેસ સિડ્યુલ તેમજ તેની ૨૨ ટ્રીપો દ્વારા ૮૯૮૫ કી.મી. નું સંચાલન શરૂ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનના  નિયમો હળવા કરવામાં આવ્યા છે, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના અનુસંધાને જામનગર એસટી ડેપોની રાત્રે ઉપડતી તથા રાત્રે આવતી બસો આજથી પૂર્વવત થશે.

જે સરકારની સુચના મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલનને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ અપાતા જામનગર વિભાગ દ્વારા આજથી ૧૪ એક્સપ્રેસ શીડ્યુલ તેમજ તેની ૨૨ ટ્રીપો એમ કુલ ૮૯૮૫ કી.મીનું સંચાલન શરૂ કરાશે.

કોરોનાના કપરા કાળમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારને કરોડો રૂપિયાની ખોટ થવા પામી છે, લોકડાઉન, અનલોક, મીની લોકડાઉનના બાદ કોરોના સંક્રમણ ઘટતાં  સરકાર દ્વારા નિયમો હળવા બનાવવામાં આવ્યા છે ખાસ કરીને રાત્રી કર્ફ્યુ માં એસટી બસોને મુક્તિ આપવામાં આવી છે, જેના પગલે જામનગર સહિત ગુજરાતની એસટી બસો કે જે રાત્રે પડતી હતી અને વહેલી સવારે પહોંચી હતી તે તમામ બસો આજથી પૂર્વ થઈ રહી છે.

હાલમાં રાજ્યના ૧૮ શહેરોમાં કર્ફ્યુ ચાલી રહ્યું છે પરંતુ રાજ્યની એસટી બસોને કર્ફ્યુ મુક્તિ આપવામાં આવી છે, સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા ૭૫ ટકા કેપીસીટિ સાથે દોડાવવાની ગાઈડ લાઈનમાં મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હજારો મુસાફરોને રાહત મળશે જામનગરથી અમદાવાદ બરોડા સુરત જનારા મુસાફરો માટે ઘણી જ રાહત થશે, સાથો-સાથ બસની કેપેસીટીમાં ૭૫ ટકા મુસાફરોને લેવાથી એસટીને પણ આવકમાં ચોક્કસ વધારો થશે.

જામનગર એસટી ડિવિઝનની વાત કરીએ તો દ્વારકા ડેપોમાંથી ૮, જામખંભાળિયામાંથી ૨, ધ્રોલમાંથી ૨, જામજોધપુરથી ૨, જામનગર ડેપોમાંથી ૧૦ સહિત કુલ ૨૪ બસો  ૨૨ ટ્રીપો રાત્રીના આવન-જાવન કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS