રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો : જાણો શું છે નવા નિયમો

  • February 27, 2021 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોરોના કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે.

 

કોરોનાના કેસ રાજ્યમાં ફરીથી વધ્યા હોવાથી 15 માર્ચ સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કરફ્યુ યથાવત રહેશે. કરફ્યુના સમયમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. આગામી 15  જાન્યુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 સુધી આ ચાર મહાનગરમાં કર્ફ્યૂ રહેશે. આ નાઈટ કરફ્યુ 15 માર્ચ બાદ અમલી રહેશે નહીં તે અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.


નોંધનીય છે કે, દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. શરૂઆતમાં રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. રાજ્ય સરકાર રાતના 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપી હતી. અને ત્યારબાદ રાહત આપતા કરફ્યુનો સમય રાત્રે 122 થી સવારે 6નો કરવામાં આવ્યો હતો. હવે એ સમયને વધુ 15 દિવસ માટે વધારવામાં આવ્યો છે.  


નોંધનિય છે કે છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ નોંધાયા હતા જ્યારે 315 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે રાજ્યમાં કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 પર છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS