એસએમસીએ ા.1.49 કરોડના કોકેઇન સાથે નાઇજિરિયન મહિલાને ઝડપી લીધી

  • February 19, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે નવસારી પાસેથી નાઈજીરીયન મહિલાને 1.49 કરોડનાં કોકેઈન ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. પોલીસે આ મહિલાની પુછતાછ કરતાં નાઈજીરીયનનાં શખ્સનાં કહેવાથી તે મુંબઈમાં રહેતા શખ્સ પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવી અહીં આપવા આવી હતી. આ મામલે પોલીસ માદક પદાર્થની હેરફેરમાં સામેલ અન્ય શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલનાં વડા નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં ટીમ માદક પદાર્થની હેરફેર અંગે તપાસમાં હતી દરમિયાન એસએમસીનાં પીઆઈ સી.એચ.પ્નારાને માહિતી મળી હતી કે, નાઈજીરીયન મહિલા મહારાષ્ટ્રનાં ટેકસી પાર્સિંગની મારૂતી વેગનઆરમાં કોકેઈનનો જથ્થો મુંબઈથી નવસારી-સુરત વચ્ચે નેશનલ હાઈવે પર આપવા આવનાર છે જે માહિતીનાં આધારે પીઆઈ પ્નારા તથા મહિલા પીઆઈ એ.વી.તડવી તથા ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજીબુડોમ (ઉ.વ.37) રહે.હાલ મુંબઈ, મુળ નાઈજીરીયાને રૂા.1.49 કરોડની કિંમતનાં 149.510 ગ્રામ કોકેઈનનાં જથ્થા સાથે ઝડપી લીધી હતી. પોલીસે મહિલા પાસેથી નાઈજીરીયન પાસપોર્ટ, રોકડ રૂપિયા સહિત કુલ 1,49,63,100નો મુદામાલ કબજે કરી એસએમસી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુઘ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઇજિરિયન મહિલાની આ 12મી ખેપ હતી
કોકેઇન સાથે ઝડપાયેલી આ મહિલાની પુછતાછમાં નાઈજીરીયામાં રહેતા ઈલ્ડર નામનાં શખસનાં મોબાઈલ નંબર પરથી સુચના મળી હતી જેના આધારે મુંબઈમાં રહેતા ઈમાનુએલ નામના શખ્સ પાસેથી મુંબઈનાં વસઈ ખાતેથી ડ્રગ્સનો આ જથ્થો મેળવી કડોદરા ખાતે આપવા માટે આવી હતી. આ મહિલા અગાઉ આવી રીતે નવસારી, પલાસણા, કડોદરા, અને સુરત ખાતે 10થી 12 વખત કોકેઈનની ડિલીવરી કરી ચુકી હોવાની કબુલાત આપી છે તેમજ ટેકસી ડ્રાઈવરની પુછપરછમાં તેણે પણ અગાઉ આ નાઈજીરીયન મહિલાને દોઢેક વર્ષમાં પલાસણા, નવસારી અને સુરત ખાતે લાવ્યો હોવાન કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application