રાજકોટમાં બિયારણના વેપારી સાથે રૂ.૩૧.૪૮ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર નાઇજીરીયન શખસ ઓકાપોર કીંગ્સલે ન્યકેને સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીથી ઝડપી લીધો છે. આ શખસની પુછતાછમાં આ પ્રકારની વધુ કેટલીક છેતરપિંડીના બનાવનો ભેદ ઉકેલવાની શકયતા સેવાઇ રહી છે.
શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે શાંતિ હાઇટસમાં રહેતા જેતપુરના સાડીનું કારખાનું ધરાવનાર વેપારી રાહુલભાઇ મથુરાદાસ જોગી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી કે તેમને ફેસબુક પર મેેસેજ આવ્યો હતો અને આ અજાણ્યા શખસે ભારતમાંથી બીયારણ ખીરીદી કરી વિદેશમાં એકસપોર્ટ કરવાનો બિઝનેશ કરવામાં સારા પ્રોફિટની લાલચ આપી વેપારી પાસેથી રૂ.૩૧,૪૮,૯૦૦ ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે વેપારીની ફરિયાદ પરથી સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો હતો.
એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એસ. કૈલા, એમ એ ઝણકાત, બી.બી.જાડેજા અને એસ ડી ગિલવાની ટીમને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સાયબર ફ્રોડનું પગેરું દિલ્લી તરફ મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ એમ.એ. ઝણકાંટની ટીમ દિલ્હી દોડી ગઈ હતી.
દિલ્લી ખાતે પહોંચી પોલીસની ટીમોએ ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં તપાસ શરૂ કરી એક ડઝનથી વધુ શખ્સોંની પૂછપરછ કરતા સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર નાઇઝીરિયન શખ્સની ભાળ મળતા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્લી ખાતેથી નાઇજીરિયન નાગરિક ઓકાફોર કિંગ્સલી નવેકેની ધરપકડ કરી હતી.
પોલીસે નાઇજીરિયન શખ્સને રાજકોટ ખાતે લાવી સાયબર ફ્રોડના રેકેટ અંગે પૂછપરછ કરતા તે પોતે જ અલગ અલગ લોકો સાથે ઇમેઇલ અને વ્હોટ્સએપ મારફતે સંપર્ક કરી બિયારણ એક્સપોર્ટ કરવાના નામે ઠગાઈ આચરતો હોવાની કબુલાત આપી હતી.પોલીસે આ શખસના પાસપોર્ટ અને વિઝાના વેરિફિકેશન અંગે પણ કાર્યવાહી શરૂ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં વધુ રાહત મેળવવાની અપીલમાં સેશન્સ દ્વારા ઢીલ માફ
May 21, 2025 02:39 PMજામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપી પકડાયા
May 21, 2025 02:27 PMસિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરનું બ્રેકઅપ, જાણો કોના કારણે તુટ્યો સંબંધ....?
May 21, 2025 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech