દેશી ગર્લ વિદેશી મેમ પ્રિયંકા ચોપરાની ઇચ્છા પતિ નિક પુરી કરશે

  • April 03, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • NMACC ઇવેન્ટમાં નિક જોનાસે જાહેરાત કરતા કહ્યું- સારો આઇડિયા છે
  • જોનાસ બંધુઓ મુંબઇમાં પરફોર્મ કરવા થયા તૈયાર

દેશી ગર્લ વિદેશી મેમ પ્રિયંકા ચોપરા તાજેતરમાં તેના પતિ નિક જોનાસ અને તેમની પુત્રી માલતી મેરી સાથે મુંબઈ આવી છે. અભિનેત્રી દીકરી માલતીને પહેલીવાર મુંબઈ લાવી છે. ત્રણેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા અને તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

મુંબઈ આવ્યા બાદ પ્રિયંકાએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે નિક સાથે ક્લિક કરેલા ઘણા ફોટા પણ મળ્યા હતા. આ બધા વચ્ચે પ્રિયંકાએ તેના ચાહકોને વધુ એક સારા સમાચારથી વાકેફ કર્યા છે. શો દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે, નિક અને તેના ભાઈઓ મુંબઈમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે અને તે માટે જોનાસ બ્રધર્સ તૈયાર છે.


નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ (NMACC)ના લોન્ચિંગ ઈવેન્ટના પ્રસંગે પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘નિક જોનાસ અને તેના ભાઈઓએ મુંબઈમાં પરફોર્મ કરવું જોઈએ.’ તેના પર તેના પતિએ દિલ ખુશ થઈ જાય તેવો જવાબ આપ્યો છે.


 લોન્ચિંગ ઈવેન્ટમાં પાવર કપલ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યું હતું. કપલે પાપારાઝી સાથે પણ વાત કરી અને પોતાના કરિયર પ્લાનિંગ વિશે ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ કહ્યુ કે, અહીં આવીને ગર્વ અનુભવું છું. તમે લોકો અહીં આવો અને પરફોર્મ કરો. તેના વળતા જવાબમાં નિકે કહ્યુ કે, અમારે અહીં પર્ફોર્મ કરવું જોઈએ.. સારો આઈડિયા છે. અમે અહીં ક્યારેય પર્ફોર્મ નથી કર્યું, તે શાનદાર હશે. નિક અને જોનાસ બ્રધર્સનું અહીં પર્ફોર્મન્સ જોવાનો ખૂબ જ ઉત્સાહ દેખાશે.

 

પ્રિયંકાએ ઈવેન્ટની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે...

નીતાએ ભારતની સંસ્કૃતિ માટે ઘણું કર્યું છે અને મને લાગે છે કે અંબાણી પરિવાર ખરેખર ભારતીય સંસ્કૃતિ અને દેશના ગૌરવને સાચવી રાખે છે. ખાસ કરીને, વૈશ્વિક ભારતીય માટે. તેથી મને લાગે છે કે, ખરેખર આવી ઘટના બનવા જઈ રહી છે. ખાસ કરીને હું મુંબઈમાં ઘણા લાંબા સમયથી રહું છું અને મને લાગે છે કે તે એક ભીડભાડ ભરેલું શહેર છે જે તમે જાણો છો, અમે એકબીજાની પર નિર્ભર રહીએ છીએ અને જ્યારે અમારે કોઈ શો કરવા માટે કોઈ જગ્યા શોધવી પડે છે, ત્યારે ખરેખર મુશ્કેલીભર્યુ કામ છે. પરંતુ આટલું સુંદર, આત્મનિરીક્ષણ કરીને કંઈક બનાવવું અને તેના માટે સમય કાઢવો ખરેખર અદ્ભુત છે.


પ્રિયંકા તેની આગામી સિરિઝ સિટાડેલનું મુંબઈમાં પ્રમોશન પણ કરવા જઈ રહી છે. સિટાડેલનું ટ્રેલર ગુરુવારે રીલિઝ થયું હતું અને નેટીઝન્સ તેના પર ગદગદ થઈ ગયા હતા. જો મીડિયાની અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો તે તેની ફિલ્મના પ્રમોશન પછી પ્રિય બહેન પરિણીતી ચોપરાના કથિત બોયફ્રેન્ડ નેતા રાઘવ ચઢ્ઢાને પણ મળશે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી અને રાઘવની સગાઈમાંપણ  પ્રિયંકા અને નિક હાજરીમાં રહી શકે છે.


 વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હોલીવુડ પ્રોજેક્ટ સિટાડેલ ઉપરાંત, પ્રિયંકાની પાસે ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનારી ઝોયા અખ્તરની ફિલ્મ જી લે ઝરા પણ પાઇપલાઇનમાં છે. તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે શૂટિંગ શરૂ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application