પ્રિયંકા ચોપરા સાથે લગ્ન બાદ નિક જોનાસે નેશનલ જીજુનું બિરુદ મળવા અંગે આપી પ્રતિક્રિયા

  • July 29, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હું નેશનલ જીજુ નહી, દેશનો મોટો ભાઈ

પ્રિયંકા ચોપરાના પતિ નીક જોનાસને લોકોએ 'નેશનલ જીજુ'નું બિરુદ આપ્યું છે તેની સામે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે ભારતીય ચાહકોએ તેને આ નામ કેમ આપ્યું. નિક જોનાસે કહ્યું કે તેણે પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા છે અને તે ભારતનો મોટો ભાઈ છે. નિક જોનાસ અને પ્રિયંકાએ 2018માં લગ્ન કર્યા હતા. જયારે લોકપ્રિય અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનાસે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા, ત્યારે ભારતીય ચાહકો તેમને નેશનલ જીજુ કહેવા લાગ્યા. નિક જોનાસ તમામ ભારતીય ચાહકોનો 'નેશનલ જીજુ' બની ગયો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં નિક જોનાસે આ વિશે વાત કરી અને જણાવ્યું કે ચાહકો તેને 'નેશનલ જીજુ' કેમ કહે છે અને તે કેવો અનુભવ કરે છે.નિક જોનાસે જીમી ફેલોનના 'ધ ટુનાઈટ શો'માં કહ્યું કે જ્યારે તેણે પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા ત્યારે તે નેશનલ હેશટેગ બની ગયો હતો. નિકે 1 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રિયંકા સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી પણ છે.નિક જોનાસે કહ્યું- હું ભારતનો મોટો ભાઈ છું
નિક જોનાસે 'નેશનલ જીજુ'ના ટેગ પર કહ્યું, 'જેમ કે તમે જાણો છો કે મેં પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. આ હેશટેગ ત્યારે શરૂ થયું જ્યારે અમે લગ્ન કર્યા. હું 'નેશનલ જીજુ' હતો. જીજુ એટલે મોટી બહેનનો પતિ, તેથી હું ભારતનો મોટો ભાઈ છું. શોના હોસ્ટે ભારતમાં જોનાસ બ્રધર્સના કોન્સર્ટમાંથી એક ક્લિપ પણ વગાડી હતી, જેમાં જો જોનાસ અને કેવિન જોનાસે તેને 'જીજુ' તરીકે રજૂ કર્યો હતો.નિક જોનાસ ભારત અને તેની સંસ્કૃતિને પ્રેમ કરે છે
પ્રિયંકા અને નિક જોનાસની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ છે અને તેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. નિક જોનાસ ઘણી વખત ભારતની મુલાકાતે આવ્યો છે, અને તે અહીંના લોકોને ખૂબ પ્રેમ કરે છે. પ્રિયંકા વિદેશમાં રહેતી હોવા છતાં, તે નિક સાથે તમામ ભારતીય તહેવારો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. હાલમાં જ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application