નિયા શર્માએ કપડા ઉતારવામાં હદ કરી, યુઝર્સે કહ્યું- ઉર્ફીની બહેન

  • March 17, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નિયાએ સફેદ બોડિકોન ડ્રેસ અને જીન્સ પહેરી ઇંસ્ટા પર મચાવી ધમાલ
  • નિયાના ચાહકો ઉઘાડા શરીરવાળી એક્ટ્રેસની તસવીરો પર થયા ફિદા



ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હવે તો તે ઉર્ફી જાવેદની જેમ કપડા ઉતારવામાં ફેમસ થઇ રહી છે. લોકો તેને ઉર્ફીની બહેન જ કહેવા લાગ્યા છે. તેનું કારણ છે કે આજકાલ તેની વાયરલ થયેલી તસવીરો ઉર્ફીની યાદ અપાવે છે.

નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે, જેને જોયા બાદ લોકો તેને ઉર્ફીની બહેન કહી રહ્યા છે. આ ફોટોના કારણે નિયા શર્મા હાલ ખૂબ જ ચર્ચમાં છે. ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તે અભિનેત્રીઓમાંથી છે જેણે ટીવી સિરીયલ્સ દ્વારા લોકો લોકોનું મનોરંજન તો કર્યુ, સાથે જ પોતાના લુક્સના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. તેણી હંમેશા સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે.

ક્યારેક વીડિયો તો ક્યારેક ફોટો સેર કરીને તેણી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. તેનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ છે. એકવાર ફરી તેની અમુક તસવીરો ફરી ચર્ચામાં આવી છે. આ ફોટો તેણીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

આ ફોટોમાં નિયા વ્હાઇટ કલરની બૉડિકૉન ડ્રેસ અને જીન્સ પહેરેલી જોવા મળી હતી. તેનો બોડીકૉન ડ્રેસ ડીપનેક છે, સાથે જ તેણીએ જીન્સનાં બટન પણ ખોલી દીધાં છે. વળી, તેણીએ પોતાના વાળને બાંઘી રાખ્યા છે. આ લુકની સાથે નિયાએ ઘણા કિલર પોઝ પણ આપ્યા છે.

નિયાની આ તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ઘણા લોકો તેણીના આ લુક્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, પરંતુ અમુક એવા પણ લોકો છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. વળી, અમુક લોકો નિયાને ઉર્ફીની બહેન જણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, 'કેમ ઉર્ફી બની રહી છો?'

એક યુઝરે લખ્યું...ઉર્ફીની બહેન." એક અન્ય યુઝરે લખ્યુ, "આ બીજી આવી ઉર્ફીની બહેન." એક બીજા વ્યક્તિએ કોમેન્ટ તકીને લખ્યુ, "કમાલ છે, શું પહેરવેશ છે હવે" નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર ઉર્ફીના ઘણાં ચાહકો છે. તેને 77 લાખથી પણ વધારે લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application