જામનગર જિલ્લા બેંકની ચેરમેન સહિતના હોદ્દેદારોની આગામી તા. 3 જુલાઇએ ચૂંટણી

  • June 24, 2021 01:47 PM 

જિલ્લા સેવા સદન ખાતે યોજાનાર ચૂંટણીમાં વા.ચેરમેન, એમ.ડી., ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંકના હોદ્દેદારોની વરણી કરાશે

જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ.ના ચૂંટાયેલા સભ્યોમાંથી ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી., ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંકના હોદ્દેદારની ચૂંટણી આગામી તા. 3 જુલાઇના રોજ મહેસુલ સેવા સદનમાં યોજવામાં આવશે, આ અંગે ચૂંટણી અધિકારી દ્વારા બેંકને પત્ર પાઠવવામાં આવ્યો હતો, હોદ્દેદારોની આ ચૂંટણીની જાહેરાત થતાં બેંકના રાજકારણમાં પુન: ગરમાવો આવ્યો છે.

જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના સદસ્યોની ચૂંટણી થોડા સમય પહેલા જ ડીકેવી કોલેજમાં યોજવામાં આવી હતી, જેમાં સદસ્યોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, આ અંગેની મત ગણતરી પૂર્ણ થયે વિજેતાઓના નામો જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ લાંબા સમય બાદ ચૂંટણી અધિકારી દ્વારા બેંકના હોદ્દેદારોની નિમણુંક કરવા માટે આગામી તા. 3 જુલાઇના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ કરતો પત્ર બેંક મેનેજરને પાઠવવામાં આવ્યો છે.

જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી અન્વયે ચૂંટાયેલા સભ્યો માટે તાજેતરમાં જ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 ની કલમ 14પ-ઝેડ અને સંસ્થાના પેટાના નિયમો મુજબ ચૂંટાયેલા સભ્યોમાંથી ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજીંગ ડીરેકટર તથા ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક (એપેક્ષ બેંક) ના પ્રતિનિધિ જેવા હોદ્દેદારોની ચૂંટણી કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી, દરમ્યાન જામનગર શહેરના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી દ્વારા જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના હોદ્દેદારોની ચૂંટણી માટે બેઠક તા. 3 જુલાઇ ર0ર1 ના બપોરે 1ર કલાકે મહેસુલ સેવા સદનના બીજા માળે રાખવામાં આવી હોવાની જાણ કરતો પત્ર બેંકને પાઠવવામાં આવ્યો છે, જેમાં મીટીંગનો એજન્ડા સાથે સભ્ય જોગ બાબતો વર્ણવવામાં આવી છે.

જામનગર જિલ્લા બેંકના નવા હોદ્દેદારોની ચૂંટણી જાહેર થતાં સદસ્યો વચ્ચે હોદ્દેદારોની વરણી કરવાની રાજકીય કવાયત હાથ ધરવામાં આવી છે અને બેંકના રાજકારણમાં ફરી ગરમાવો આવતા સદસ્યોમાં હોદ્દેદારોની વરણી અંગે તરેહ તરેહની ચચર્ઓિ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)