જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ ની બીમારી માટે આજે રાહત ના સમાચાર:એક પણ નવા દાખલ નહીં

  • June 19, 2021 11:45 AM 

મ્યુકોર્માઈકોસિસ ની બીમારી ના ૮૭ દર્દીઓ સારવાર હેઠળ: ૧ મેજર અને ૨ માયનોર સર્જરી કરાઈ: જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં અત્યાર સુધીમાં મ્યુકોર્માઈકોસિસ ના કુલ ૨૩૬ કેસ સામે આવ્યા:જ્યારે ૮૩ દર્દી સાજા થયા

જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસ ના વોર્ડમાટે આજે સારા સમાચાર મળ્યા છે અને એક પણ નવા દર્દી દાખલ થયા નથી જ્યારે કોઈ દર્દી ને રજા પણ અપાઈ નથી. આજે ૧ મેજર સર્જરી કરવામાં આવી હતી, જ્યારે બે માઇનોર સર્જરી કરાઇ છે

સરકારી જી.જી. હોસ્પિટલમાં હાલ ૮૭ દર્દી સારવાર હેઠળ છે. જી.જી. હોસ્પિટલમાં  આજે વધુ ૧ મેજર સર્જરી કરવામાં આવી હતી.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ દર્દીઓનો ઉમેરો થયો નથી. અને હાલ ૮૭ દર્દીઓ બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે.

ઉપરોક્ત દર્દીઓ પૈકી ૧ દર્દી ઉપર મેજર સર્જરી કરવામાં આવી હતી. જ્યારે એક બાળક સહિત બે માઇનોર સર્જરી કરવામાં આવી છે.

આજે મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડ માં અત્યાર સુધીમાં ૨૩૬ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૮૨ થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી.હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૬૭ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૮૫ માઇનોર સર્જરી કરાઇ છે. જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા ૮૭ દર્દીઓ પૈકી એક દર્દીને એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યો છે, જ્યારે એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૮૫ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS