જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના દર્દીઓ માટે વધુ રાહતના સમાચાર: ૬ દર્દીઓને રજા અપાઈ

  • June 15, 2021 11:19 AM 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૩ દર્દી દાખલ થયા: ૪ દર્દી પર મેજર જ્યારે ૫ માયનોર સર્જરી કરાઇ: કુલ ૯૧ દર્દીઓ સારવાર હેઠળ: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોર્માઈકોસિસના કુલ ૨૨૫ કેસ સામે આવ્યા: જ્યારે ૭૦ દર્દી સાજા થયા

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસના કેસ ધીમે ધીમે ઘટતા જાય છે, અને અનેક દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી રહી છે. આજે વધુ ૦૬ દર્દીઓ ને રજા અપાઈ છે, અને હાલ ૯૧ દર્દી સારવાર હેઠળ છે. આજે નવા ૩ દર્દીઓ સામે આવતાં તેઓને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત આજે વધુ ૪ મેજર સર્જરી તેમજ પાંચ માઇનૉર સર્જરી કરવામાં આવી હતી. સાથોસાથ દાખલ થયેલા દર્દીઓ માટે પણ સારા સમાચાર મળ્યા છે. અને છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૩ દર્દીઓનેજ દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૩ દર્દીઓનો ઉમેરો થયો છે. અને હાલ ૯૧ દર્દીઓ બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે.

ઉપરોક્ત દર્દીઓ પૈકી ૪ દર્દી ઉપર મેજર સર્જરી કરવામાં આવી હતી. જ્યારે પાંચ માઇનોર સર્જરી કરવામાં આવી છે. આજે એકીસાથે ૦૬ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૨૫ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૭૦ થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૫૪ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૭૫ માઇનોર સર્જરી કરાઇ છે. જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા ૯૧ દર્દીઓ પૈકી એક દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે, જ્યારે એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૮૯ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS