BREAKING NEWS

રાજકોટમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને મળશે મહિને રૂ.૧૫ હજાર વેતન-ભથ્થું

  • May 02, 2026 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ૭૨ ઉમેદવારોના નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ જતા તેઓ કોર્પોરેટર બની ગયા છે, હવે પહેલી જનરલ બોર્ડ મિટિંગ મળે તે તારીખથી તેમની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી મતલબ કે આગામી પાંચ વર્ષ સુધી પ્રતિ માસ તેમને રૂ.૧૫ હજાર વેતન ભથ્થા પેટે મળશે. આ રકમ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.રાજકોટ મહાપાલિકાના દરેક કોર્પોરેટરને પ્રતિ મહિને માનદ વેતન ઘંટે રૂ.૧૨,૦૦૦, સ્ટેશનરી ભથ્થા પેટે રૂ.૧૫૦૦, મોબાઈલ ફોન ભથ્થા પેટે રૂ. ૧૦૦૦ તેમજ મિટિંગમાં હાજર રહે તો પ્રતિ મિટિંગ દીઠ રૂ.૫૦૦ મિટિંગ ભથ્થું ( મહત્તમ પાંચ મિટિંગ સુધી
જ) એ મુજબ કુલ રૂ.૧૫ હજાર વેતન ભથ્થા પેટે મળશે. સામાન્ય રીતે પાંચ વર્ષની ટર્મની મુદ્દત બોર્ડ મિટિંગ મળે તે તારીખથી ગણાય છે. ઉદાહરણ તરીકે પહેલી જનરલ બોર્ડ મિટિંગ તા.૧૫.૫.૨૦૨૬ના રોજ મળે તો કોર્પોરેટર તરીકે પંચવર્ષીપ કાર્યકાળની મુદ્દત તા.૧૫.૫.૨૦૩૧ સુધીની ગણાય છે. રાજકોટમાં દરેક કોરિટરને વાર્ષિક ૨૦ લાખની ગ્રાન્ટ અપાય છે તેથી પ્રત્યેક વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરોને વર્ષે કુલ ૮૦ લાખની ગ્રાન્ટ લોકઉપયોગી કામો માટે ફાળવવામાં આવે છે. જ્યારે મેવર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને વાર્ષિક રૂ.૨૦ લાખની કોર્પોરેટર તરીકેની ગ્રાન્ટ ઉપરાંત હોદ્દાની રુએ વિશેષ રૂ. ૧૮ લાખની ગ્રાન્ટ પ્રતિ વર્ષ ફાળવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News