જામનગર જિલ્લા સહકારી બેંકના નવનિયુકત હોદેદારો જિલ્લા ભાજપ કાયર્લિયની શુભેચ્છા મુલાકાતે

  • July 06, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા ભાજપનો વિશિષ્ટ સંકલ્પ સિદ્ધ થવા બદલ સૌનો આભાર માની તમામ પદાધિકારીઓને શભકામનાઓ પાઠવતા જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ-સાંસદ પુનમબેન

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી સહકારી બેંક જામનગર જિલ્લા સહકારી બેંકની તાજેતરની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ બહુમતીથી વિજેતા થયેલ અને ચેરમેન તરીકે પી.એસ. જાડેજા, વાઇસ ચેરમેન તરીકે રાજુભાઇ વાદી, મેનેજીંગ ડાયરેકટર તરીકે લુણાભા સુંભણીયા તેમજ એપેક્ષ બે:કના ડાયરેકટર તરીકે મુળુભાઇ બેરા બિનહરીફ ચુંટાયા છે. આ નવનિયુકત હોદેદારોએ ચુંટાયા બાદ તુરત જ અટલભવન જિલ્લા ભાજપ કાયર્લિય ખાતે સર્વે આગેવાનો કાર્યકરોની મુલાકાત લીધેલ. સૌ આગેવાનોએ ફુલહાર અને પાર્ટીના ખેસ સાથે પદાધિકારીઓને આવકારેલ.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી જેન્તીભાઇ કવાડીયા, જિલ્લા અઘ્યક્ષ રમેશભાઇ મુંગરા, સાંસદ પુનમબેન માડમ, જિલ્લા મહામંત્રીઓ દીલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાની, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ સહિત જિલ્લાના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી નવનિયુકત પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવેલ.

જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરાએ બેંકના નવા વરાયેલ ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી.ને શુભકામના આપતાં જણાવેલ કે જામનગર જિલ્લા ભાજપનો આ વિશિષ્ટ સંકલ્પ આજે પુર્ણ થયેલ છે કે જિલ્લા સહકારી બેંકમાં ભાજપના કાર્યકરો પદાધિકારી બને તે માટે પ્રદેશના આગેવાનો, બેંકના ડાયરેકટરો તથા જે કોઇએ સહકાર આપેલ છે તે સૌનો આભાર વ્યકત કરેલ.

નવનિયુકત ચેરમેન પી.એસ. જાડેજાએ પ્રદેશ અને જિલ્લા સંગઠનનો આભાર વ્યકત કરતાં સન્માનના પ્રત્યુતરમાં જણાવેલ કે બેંકની નવી બોડી બેંક અને ખેડુતોના હિતમાં સમર્પિત રહેશે. છેલ્લા ઘણા વર્ષો બાદ જિલ્લા સહકારી બેંકમાં ભાજપની પેનલ વિજેતા થતાં કાર્યકરોમાં ખુશીનું વાતાવરણ જોવા મળેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)