કોરોના વાયરસ ફરી એકવાર લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડવા લાગ્યો છે. પહેલા સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડના કેસોમાં વધારો થયો હતો અને હવે ભારતમાં પણ ચેપના કેસ ધીમે ધીમે વધવા લાગ્યા છે. મે મહિનાની શરૂઆતથી, દેશના ચાર રાજ્યોમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને અત્યારસુધીમાં એક ડઝનથી વધુ રાજ્યોમાં ચેપની પુષ્ટિ થઈ છે. આવી સ્થિતિમાં, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કોરોનાના ત્રણ લહેરે ભારતને અગાઉ કેવી રીતે અસર કરી હતી અને દરેક વખતે તેનો ફેલાવો કેવી રીતે અલગ હતો.
જેએન.1 વેરિઅન્ટને કારણે કોવિડ ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે. ૧૨થી ૨૧ મે દરમિયાન, ૧૬૪ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૬૯ ફક્ત કેરળમાં જ હતા. ભલે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, ભૂતકાળના અનુભવો આપણને શીખવે છે કે સતર્ક રહેવું એ સૌથી મોટો બચાવ છે.
ભારતમાં કોવિડનો પહેલો કેસ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કેરળમાં નોંધાયો હતો. પહેલા ૧૦૦ કેસ આવવામાં લગભગ ૪૬ દિવસ લાગ્યા અને પછી ૧૦૦૦ કેસ પહોંચવામાં બીજા ૧૫ દિવસ લાગ્યા. શરૂઆતમાં વાયરસનો ફેલાવો ધીમો હતો. કારણ કે, ચેપ ફક્ત વિદેશથી આવતા મુસાફરો અને તેમના સંપર્કો સુધી મર્યાદિત હતો. વાયરસના ફેલાવાને રોકવા માટે 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, પરંતુ કેસ વધતા રહ્યા. સપ્ટેમ્બર 2020માં પ્રથમ લહેર ટોચ પર પહોંચી હતી, જેમાં દરરોજ લગભગ 93,000 કેસ નોંધાતા હતા. આ લહેર ૩૭૭ દિવસ સુધી ચાલી અને કુલ ૧.૦૮ કરોડ કેસ અને ૧.૫૫ લાખ મૃત્યુ નોંધાયા હતા.
બીજી લહેરનો વિનાશ અત્યંત ભયાનક હતો. માર્ચ 2021માં કેસ વધવા લાગ્યા, પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગી. ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચેપનો દર ખૂબ જ ઝડપી હતો. માત્ર ૧૦-૧૨ દિવસમાં ૧૦૦થી ૧૦૦૦ દૈનિક કેસનો આંકડો પાર થઈ ગયો. એપ્રિલ અને મે 2021 વચ્ચે, દરરોજ 4 લાખ સુધી કેસ નોંધાયા હતા. આરોગ્ય પ્રણાલી પર ભારે દબાણ હતું અને મૃત્યુઆંક પણ ખૂબ વધારે હતો.
કોરોનાની ત્રીજી લહેર ઓમિક્રોન વેરિઅન્ટથી શરૂ થઈ હતી, જે ઝડપથી ફેલાઈ હતી. પરંતુ લક્ષણો પ્રમાણમાં હળવા હતા. માત્ર 8 દિવસમાં, કેસ દૈનિક 10,000થી વધીને 1 લાખ થઈ ગયા. જાન્યુઆરી 2022માં આ લહેર ચરમસીમાએ પહોંચી, જોકે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા અને મૃત્યુદર ઓછો રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીજી હોસ્પિટલના બે કર્મચારી ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી
June 03, 2025 11:59 AMજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવતાં ભારે ચકચાર
June 03, 2025 11:57 AMદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન દરમિયાન તણાયેલ વૃદ્ધનું મોત
June 03, 2025 11:52 AMસાક્ષરતા દર ૮૦.૯ ટકા સુધી પહોંચ્યો પણ લિંગ અને ભૂગોળના આધારે ભારે તફાવત
June 03, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech