BREAKING NEWS

જામનગરમાં આવેલી કરોડોની કિંમતની વારસાઈ જમીનના વિવાદમાં નવો વળાંક

  • January 07, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટરના પાછળના ભાગમાં આવેલી ટી.પી.ની વારસાઈ ખુલ્લી જમીન, કે જેની હાલ બજાર કિંમત કરોડોમાં થવા જાય છે, જેના વારસાઈ હકક અંગેના પ્રકરણમાં જામનગરની અદાલતમાં નવો વળાંક આવ્યો છે. અને તેમાં અદાલત સમક્ષ બારોટના ચોપડા ખુલ્યા છે. અને તે ચોપડાના આધારે વારસાઈ હકકની નોંધ મળી આવી છે.


આ કેસની રસપ્રદ હકીકત એવી છે કે જામનગરમાં પોલીસ હેડકવાટર્સ પાછળ ટી.પી.ની ખુલ્લી જમીનના વારસાઈ હક્ક અંગે જામનગરની અદાલતમાં જુદાજુદા ત્રણ કેશ ચાલે છે. અન્ય  ગુજરાત હાઈકોર્ટમાં અને સુપ્રિમ કોર્ટમાં પણ કેશો ચાલે છે.


આ પ્રકરણમાં દતકપુત્ર ગંગદાસ હંસરાજને હિસ્સામાં દાખલ કરવા અંગે જામનગરની કોર્ટમાં સ્પેશિયલ દાવો ચાલે છે. પરંતુ વાદી તે કેસ ચલાવતા ન હોય અને પાર્ટીશન અને ગંગદાસને દતકપુત્ર ન હોવા અંગ જ્ઞાપનનો દાવો ચાલતો હોવા છતા તેની સહી કે સહમતી ગુજરાત હાઈકોર્ટમાં ગંગદાસની પીઠ પાછળ ગુજ.હંસરાજ અને ગુજ.કેશવજીનાં વારસોએ  ગુજરાત હાઈકોર્ટમાં સમાધાન કર્યાની જાણ થતાં દતકપુત્ર ગંગદાસે ક્ધટેમ્પટની કાર્યવાહી કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટને સમાધાન દતકપુત્રને બંધનકર્તા ન હોવા અંગે નિર્ણય આપ્યો હતો.


ગંગદાસના કુદરતી પિતા ગુજ.કેશવજી છે, અને દતકપિતા ગુજ.હંસરાજ છે. પરંતુ દતકપુત્ર અંગે ગુજ.હંસરાજભાઈની ચાર પુત્રીઓ નામુકર જતાં તે અંગે વિવાદ શરૂ કર્યા છે. તેની સામે દતકપુત્ર ગંગદાસ હંસરાજે જામનગરની અદાલતમાં દાવો કર્યો છે. તે દાવામાં પોતે દતકપુત્ર હોય તે માટે એડવોકેટ હિતેન ભટ્ટ અને એડવોકેટ ગીરીશ ગોજીયા મારફત કૌટુંબીક આંબો રજુ કરી અને વહીવંચા બારોટ રતિલાલ પૌત્ર બારોટ દતકપુત્રનું બારોટનાં ચોપડે નામ ચડાવવા અંગેનાં ચોપડાની નોંધ રજુ કરાવી હતી.જે પુરાવામાં બારોટના ચોપડાને નિર્ણાયક પુરાવા તરીકે માનવામાં આવે છે.


બારોટના ચોપડા ખુલતા અને દતકપુત્રની નોંધ રજુ થતા આ કેશમાં નવો નિર્ણાયક વળાંક આવેલ છે. આ કેશમાં દતકપુત્ર ગંગદાસ હંસરાજના વકીલ તરીકે એડવોકેટ.હિતેન ભટ્ટ અને વકીલ ગીરીશ ગોજીયા તેમજ હેમાંશુ સોલંકી રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application