ધોળાવીરામાં નવી ટેન્ટ સિટી નો આજથી શુભારંભ, જાણો આ તારીખ સુધી રહેશે ચાલુ

  • November 01, 2024 09:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોળાવીરામાં નવી ટેન્ટ સિટી શરૂ થઈ ગઈ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ ધોળાવીરામાં આવેલી આ ટેન્ટ સિટી કચ્છના સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માટે એક નવો અનુભવ બની રહેશે. કચ્છની સંસ્કૃતિ અને કલાને દર્શાવતી આ ટેન્ટ સિટી 15 માર્ચ સુધી ખુલ્લી રહેશે.

ધોળાવીરા ટેન્ટ સિટીમાં કુલ 140 ટેન્ટ છે, જેમાં દરબારી અને રજવાડી ટેન્ટનો સમાવેશ થાય છે. આ ટેન્ટ સિટી બનાવવાનો મુખ્ય હેતુ ધોળાવીરાને પ્રોત્સાહન આપવાનો છે જેથી કચ્છના આ દૂરસ્થ પ્રાચીન શહેર અને પ્રાચીન સંસ્કૃતિને વધુ પ્રદર્શિત કરી શકાય. ધોળાવીરા ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તા કહે છે કે આ ટેન્ટ સિટીમાં માત્ર કચ્છની સંસ્કૃતિને જ પ્રકાશિત કરવામાં આવી રહી નથી પરંતુ અહીંના સ્થાનિક લોકોને રોજગાર પણ મળી રહી છે. જુલાઈ 2021માં જ્યારે યુનેસ્કોએ ભારતના કચ્છ જિલ્લામાં આવેલી સિંધુ ખાતરી સંસ્કૃતિ સાથે જોડાયેલ વર્લ્ડ હેરિટેજ જાહેર કરી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ધોળાવીરા સાથે જોડાયેલી પોતાની યાદોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ લખ્યું હતું કે તેઓ પહેલીવાર પોતાના સ્કૂલના દિવસોમાં આ ખૂબ જ રોમાંચક સ્થળ પર પહોંચ્યા હતા. ઘણા દાયકાઓ પછી જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે અહીંની મુલાકાત લીધી હતી. આ ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ બોલિવૂડ થીમ સાથે ટેન્ટ સિટીમાં રહેવાનો આનંદ માણી શકશે અને સાથે સાથે ધોળાવીરાના ઇતિહાસ વિશે પણ જાણી શકશે.

ગુજરાતીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે ગર્વ સમાન એવું ધોળાવીરા વિશ્વના પ્રાચીન શહેરોમાં સામેલ છે અને હવે આ પ્રાચીન નગરીની મુલાકાત લેવા જઈ રહેલા પર્યટકોને ત્યાં રહેવાની પણ સુવિધા મળી શકશે. વાત જાણે એમ છે કે કચ્છ રણોત્સવની જેમ જ યુનેસ્કોની આ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં હડપ્પન થીમ પર બોલીવુડ સેટવાળી ટેન્ટ સિટી બનીને તૈયાર થઈ ગઈ છે. જુલાઈ 2021માં યુનેસ્કોએ ભારતના કચ્છ જિલ્લામાં આવેલી સિંધુ ઘાટી સભ્યતાવાળી સાઈટને વર્લ્ડ હેરિટેજ જાહેર કરી હતી. ત્યારે પીએમ મોદીએ પણ ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ધોળાવીરા સાથેની પોતાની યાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધોળાવીરામાં પ્રવાસીઓને સગવડતા પૂરી પાડવા માટે ટેન્ટ સિટીની શરૂઆત આજથી થઈ છે.

વૈશ્વિક સ્તરે પણ ખ્યાતનામ છે ધોળાવીરા

ધોળાવીરાની ગણતરી દુનિયાના પાંચ સૌથી જૂના નગરોમાં થાય છે. તેનો ઈતિહાસ પાંચ હજાર વર્ષથી પણ જૂનો છે. ધોળાવીરા ટેન્ટ સિટી વિશે અમિત ગુપ્તા કહે છે કે આ ઐતિહાસિક સ્થળ પર નવી ટેન્ટ સિટી ઊભી કરાઈ છે. જે ટુરિસ્ટને અહીં સુખદ અહેસાસ કરાવશે અને તેઓ ધોળાવીરાની મુલાકાત લઈને આ વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદોને સંભાળીને રાખી શકશે. તેમણે કહ્યું કે ટેન્ટ સિટીને પૌરાણિક લૂક આપવામાં આવ્યો છે. આ જોઈને એકવાર તો લોકોને રીતિક રોશનની ફિલ્મનો સેટ યાદ આવી શકે છે. જેને પ્રાચીન સિંધુ સભ્યતાના શહેર લોથલ અને મોહેંજો દડોની શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર ધોળાવીરાને કચ્છ રણોત્સવની જેમ વિશ્વસ્તરે પ્રમોટ કરવાની ઈચ્છા ધરાવે છે જેથી કરીને વધુમાં વધુ પ્રવાસીઓ ધોળાવીરા પહોંચે.

રોડ ટુ હેવન

કચ્છથી ધોળાવીરા જાઓ ત્યારે તમને રોડ ટુ હેવન પણ જબરદસ્ત અનુભવ કરાવશે. ગુજરાતના સફેદ રણની બરાબર વચ્ચે એક રસ્તો નીકળે છે. જે ધોળાવીરા જાય છે. આ રોડની કુલ લંબાઈ 29 કિલોમીટર છે. તેની સુંદરતા એવી છે જે તમારા દિલો દિમાગમાં છવાઈ જશે અને મન પ્રફુલ્લીત કરી નાખશે. કચ્છથી ધોળવીરા જવા માટે પ્રવાસીઓ આ રસ્તે જશે. ગુજરાતના કચ્છ જિલ્લાના ગામ ધોરડોને ગત વર્ષે બેસ્ટ ટુરઝિમ વિલેજ તરીકે જાહેર કરાયું હતું. આ વર્ષે ધોળાવીરામાં ટેન્ટ સિટીની શરૂઆતથી સારા એવા પ્રવાસીઓ આવે તેવી અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application