પોરબંદરમાં મોટર સાયકલ, સ્કૂટરના નંબરોની નવી સિરીઝનો પ્રારંભ થશે
પોરબંદરમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, કાર્યક્ષેત્રના વાહન માલિકોને જણાવવામાં આવ્યું છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ, સ્કૂટરના નંબરોની નવી સિરીઝ જીજે- ૨૫ એ એફ શ કરવામાં આવનાર હોય, તથા જીજે રપ -બી.એ એલ.એમ.અ.ે કાર ગોલ્ડન, સિલ્વરની બાકી રહેલા નંબરોના રી-ઓક્શન થનાર છે.આ રજીસ્ટ્રેશન તા. ૨૮ ઓગસ્ટના રોજ બપોરે ૪ કલાકથી શ થશે અને તા. ૦૧ સપ્ટેમ્બરના રોજ ૪ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૩ સપ્ટેમ્બર સુધી ઓકશનની કામગીરી થશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે નોંધણી કરાવવાની રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલુ હોય તે તારીખથી ૭ દિવસની અંદર રજૂ કરવાની રહેશે. અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરૂં થયા બાદ તેમનું વાહન અન રજીસ્ટર્ડ ગણાશે અને આવા અન રજીસ્ટર્ડ વાહનનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિં.
અરજદારએ હરરાજીની પ્રક્રિયા પૂરી થયાના પાંચ દિવસમાં બીડ એમાઉન્ટનાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારએ રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડીટ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારનાં તે જ ખાતામાં એસ.બી.આઈ. ઈ-પે દ્વારા પરત કરવામાં આવશે, તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પોરબંદર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech