નવી દિલ્હી ભારત–અમેરિકા વેપાર સોદા અંગે વોશિંગ્ટનમાં વાટાઘાટોનો નવો રાઉન્ડ શ થયો છે. ભારતીય પ્રતિનિધિમંડળ આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વોશિંગ્ટનમાં યુએસ ચીફ નેગોશીયેટર બ્રેન્ડન લિંચ સાથે મુલાકાત કરશે. વાટાઘાટોનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે એક મુખ્ય વેપાર કરાર પર પહોંચવાનો છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે. દર્પણ જૈન યુએસ નેગોશીયેટર બ્રેન્ડન લિંચ સાથે વાટાઘાટો કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ફકત નાની વિગતોને અંતિમ સ્વપ આપવાની જરૂર છે.