રાજકોટ મહાપાલિકાને લગતી ફરિયાદોના નિવારણ માટેના કોલ સેન્ટરમાં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ આજે સવારે અમીન માર્ગ સિવિક સેન્ટર ખાતે મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે જ હવેથી મહાપાલિકાને લગતી ફરિયાદો માટે નવો શોર્ટ નં.૧૫૫૩૦૪ અમલી બનાવાયો છે અને હવેથી આ નંબર ઉપર જ ફરિયાદ નોંધાવવાની રહેશે. અલબત્ત નાગરિકોની સુવિધા માટે કોલ સેન્ટરનો જુનો નંબર ૦૨૮૧–૨૪૫૦૦૭૭ તેમજ ટોલ ફ્રી નં.૧૮૦૦–૧૨૩–૧૯૭૩ સહિતના બન્ને નંબર બે મહિના સુધી યથાવત રીતે સેવામાં ચાલુ રાખવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદની નોંધણી માટે વર્ષ–૨૦૦૮થી અમીન માર્ગ ખાતે ૨૪૭ કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેમાં વાર્ષિક ૩.૭૫ લાખ ફરિયાદ નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્રારા લેન્ડલાઈન નંબર ૦૨૮૧–૨૪૫૦૦૭૭ કે જેમાં (૦૫ હન્ટીંગ લાઈન સામેલ છે) તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦–૧૨૩–૧૯૭૩ પર શહેરના નાગરિકો ફોન દ્રારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં છે.
દરમિયાન ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ– કોમ્યુનિકેશન દ્રારા ભારતની તમામ મહાપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્રારા કરી શકાય તેવી વ્યવસ્થા શ કરવામાં આવેલ છે. આ માટે ૧૫૫૩૦૪ નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર ૦૨૮૧–૨૪૫૦૦૭૭ તેમજ ટોલ–ફ્રી નંબર ૧૮૦૦–૧૨૩–૧૯૭૩ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે. આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્રારા (૧૦) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેકટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટસએપ ચેટબોટ દ્રારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો ૦૨૮૧–૨૪૫૦૦૭ અને ૧૮૦૦–૧૨૩–૧૯૭૩ ને બદલે એક જ શોર્ટ કોડ ૧૫૫૩૦૪ નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે.
કોલ સેન્ટરમાં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટર ડો.દર્શનાબેન પંડા, પ્રીતિબેન દોશી, ડો.રાજેશ્રીબેન ડોડીયા, યોત્સનાબેન ટીલાળા, બિપીનભાઈ બેરા, નરેન્દ્રસિંહ વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ડાયરેકટર આઈ.ટી. સમીર ધડુક, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, પ્રોગ્રામર ભાવેશ શાહ, કોમ્પ્યુટર વિભાગના તથા કોલ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech