જેલ વિભાગના વડા ડો.રાવે રાજકોટમાં કરી જાહેરાત
રાજકોટ ખાતે જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન. રાવ આવ્યા હતા, જેમને દ્વારકા સહિત રાજ્યના ચાર શહેરોમાં નવી જેલો શરુ કરવાની જાહેરાત કરી હતી, વિશેષમાં જણાવ્યું હતું કે, રાજકોટ સેન્ટ્રલ જેલના પપ૦ જેટલા કેદીઓ માટે જુદી જુદી રમતોનું આયોજન કહેવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા કેદીઓને ઇનામ વિતરણ કરવા અને સાયકો સોશ્યલ કેરના લોકાર્પણ માટે રાજ્યના જેલ વિભાગના ડો. વડા કે.એન. અલ. રાવ રાજકોટ આવ્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સાયકો સોશ્યલ કેરમાં સાયકોલોજી દ્વારા માનસિક રીતે તકલીફ અનુભવતા કેદીઓને સારવાર આપશે. એટલું જ નહીં તેઓ હકારાત્મક વિચારો તરફ વળે તે માટેના પ્રયાસો કરાશે.
રાજકોટ સેન્ટ્રલ જેલમાં હાલ ક્ષમતા કરતા અનેકગણા વધુ કેદીઓ છે. જે અંગે તેમણે જણાવ્યું કે ટુંક સમયમાં નવી જેલ શરુ થઇ જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ન્યારા ગામમાં નવી જેલ બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ માટે જમીનની પસંદગીની પણ કરી સેવા આવી છે.
વધુમાં તેમણે દ્વારકા, સોમનાથ, ભાવનગર અને બોટાદમાં નવી જેલો શરુ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું, એટલું જ નહીં આણંદમાં નવી જેલનું કામ હાલ પ્રગતિમાં હોવાનું પણ ઉમેર્યું હતું.
આ ઉપરાંત જેલમાં સજા ભોગવીને મુક્ત થતાં કેદીઓને જો બહાર રોજગારી ન મળે તો તેને રોજગારી અપાવવા માટે જેલ વિભાગ મદદ કરશે તેમ પણ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ
May 15, 2025 11:35 AMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 15, 2025 11:30 AMજામનગર: 1 કરોડ 81 લાખના છેતરપિંડીના કેસમાં બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર આરોપી પકડાયો
May 15, 2025 11:29 AMજામનગર: નજીવે બાબતે બબાલ થતાં યુવકને ચાલુ ટ્રેન ફેંકી દીધો, બે આરોપી પકડાયા
May 15, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech