ગર્ભાવસ્થાને અટકાવવા માટે મદદરૂપ થશે નવું ઇન્જેક્શન

  • March 26, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને બેલેન્સ કરવા માટે ગર્ભાવસ્થાને મુલતવી રાખવાની ઇચ્છા ધરાવતી મહિલાઓને અમેરિકન સંશોધકોએ મોટી રાહત આપી છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઈટી)ના વૈજ્ઞાનિકોએ એક એવું ઇન્જેક્શન વિકસાવ્યું છે જે ગર્ભાવસ્થાને અટકાવી શકે છે. કોઈપણ ડૉક્ટરની સલાહ લીધા વિના તેને સરળતાથી લગાવી શકાય છે.


નેચર કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, સેલ્ફ-એગ્રીગેટિંગ લોંગ-એક્ટિંગ માઈક્રોક્રિસ્ટલ્સ ઈન્જેક્ટેબલ નામનું ઈન્જેક્શન શરીરમાં ધીમે ધીમે અને લાંબા સમય સુધી દવાને મુક્ત કરવામાં સક્ષમ છે. તેનાથી ગર્ભવતી મહિલાઓનો તણાવ દૂર થાય છે. સંશોધકોએ જણાવ્યું કે આ ઈન્જેક્શનનું ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન દવાએ તેમને ઓછામાં ઓછા 97 દિવસ સુધી ગર્ભધારણ કરતા અટકાવ્યા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ દવા બનાવવાની પદ્ધતિમાં વધુ ફેરફાર કરવામાં આવે તો તે લાંબા સમય સુધી કામ કરી શકે છે.


રસી ત્વચાની નીચે નાના ક્રિસ્ટલ બનાવે છે. તે ધીમે ધીમે હોર્મોન્સ રીલીઝ કરે છે. આ હોર્મોન્સ સ્ત્રીઓમાં એગ રીલીઝ થતા અટકાવે છે. આના કારણે મહિલાઓ ગર્ભવતી નથી થતી. અભ્યાસના સહ-લેખક ડૉ. જીઓવાન્ની ટ્રાવર્સોએ જણાવ્યું હતું કે ઓછા સંસાધનો ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે ઈન્જેક્શન એક અનુકૂળ વિકલ્પ બની શકે છે. જ્યાં દરરોજ ગોળી લેવી અથવા ગર્ભનિરોધક ઉપકરણ લગાવવું શક્ય નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application