NEET PGની નવી પરીક્ષાની તારીખ બહાર: મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ જારી કરી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે.
મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ જારી કરી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા પછી NEET PGની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે.
બે શિફ્ટમાં લેવાનારી NEET PG પરીક્ષા સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર આપવામાં આવશે. જે ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET PG) માટે અરજી કરી હતી અને 23 જૂને પરીક્ષા આપવાનું નક્કી થયું હતું. તેઓ NBEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખની સૂચના જોઈ શકે છે.
NEET PG 23 જૂને યોજાવાની હતી, જે NEET UG પેપર લીકના વિવાદને પગલે 22 જૂન નિર્ધારિત સમય કરતાં 12 કલાક પહેલાં પરીક્ષાની અખંડિતતાનો ભંગ કરવાના પ્રયાસને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
પરીક્ષા રદ થયા બાદ NBEMSના પ્રમુખ અભિજાત શેઠે કહ્યું હતું કે જ્યાં સુધી NEET PGની વાત છે આ પરીક્ષાની અખંડિતતા પર ક્યારેય કોઈ શંકા નહોતી. છેલ્લા સાત વર્ષથી અમે અત્યાર સુધી સફળતાપૂર્વક તેનું સંચાલન કર્યું છે. તાજેતરની ઘટનાઓને લીધે જે બન્યું છે તે એ છે કે વિદ્યાર્થી સમુદાયોમાં આ તમામ પ્રકારની પરીક્ષાઓને લઈને ઘણી ચિંતાઓ હતી અને તેના જવાબમાં સરકારે ફરી એકવાર તેની ખાતરી કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે અને સુરક્ષા જળવાઈ રહે. તેમણે કહ્યું હતું કે જરૂરી SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા બાદ તેઓ પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech