ગઇકાલે જીરુ તથા નવા ધાણાની આવક થઇ હતી
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે નવા ચણાની આવક થઇ છે, આ નવા ચણાના મણના ભાવ રુા. ૧૨૫૧ બોલાયા હતા. જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામના ખેડુત રમેશભાઇ જેસાભાઇ પીપરોતર દ્વારા આ નવા ચણા લાવવામાં આવ્યા હતા જેને એસ.એન.એસ. ટ્રેડીંગ કંપનીએ ઉકત ભાવે ખરીદયા હતા અને તેના કમિશન એજન્ટ જે.જે. એન્ટરપ્રાઇઝ હતા.
નવા ચણાની સાથો સાથ ગઇકાલે જીરુ અને ધાણાની પણ આવક થઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડોની સરખામણીમાં હાપા યાર્ડમાં ખેડુતોને પોતાની જણસના સારા ભાવ મળતા હોવાથી દુર દુરથી ખેડુતો હોશે હોશે હાપા માર્કેટીંગ યાર્ડમાં પોતાની જણસ વેચવા માટે આવતા હોય છે.
ગઇકાલે અન્ય જણસ તરફ દ્રષ્ટીતાપ કરીએ તો મગફળી, કપાસ, અજમો, અજમાની ભુંસી, સુકી ડુંગળી, ઘઉંની આવક થવા પામી હતી જેમાં કપાસના મણના ૧૫૦૦રુા. સુધી બોલાયા હતા, જયારે જીરુના ૩૫૦૦ થી ૬૦૦૦, અજમો ૨૩૦૦ થી ૫૪૫૦, સુકા મરચા ૧૪૦૦ થી ૫૦૦૦, લસણ ૧૮૦૦ થી ૪૨૦૦, ઘઉં ૪૫૦ થી ૫૫૮ સુધી બોલાયા હતા.
ગઇકાલે કુલ જણસ ૩૯૨૮૬ મણ, ૧૫૩૫૮ ગુણી જે ૧૨૦૫ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જે પૈકી સૌથી વધુ કપાસની ૧૩૮૩૩ મણ, લસણ ૯૯૯૦ મણ, મગફળી ૧૯૭૮ મણ, ઘઉં ૮૧૫ મણ, ચણા ૨૮૩ મણ, અજમો ૪૫૭૯ મણ, અજમાની ભુંસી ૨૩૯૩ મણ જયારે ડુંગળી સુકી ૨૨૭૭ મણ અને સુકા મરચા ૬૨૦ મણ આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech