પ્રચારનો નવો ફંડા: ગોવિંદાએ સ્ટેજ પર ડાન્સ કરી લોકોને ઝુમાવ્યા
2024ની લોકસભા ચૂંટણી પહેલા જ ગોવિંદા રાજકારણ રિ-એન્ટ્રી કરી દીધી છે. તેમણે એક દાયકા પછી રાજકારણમાં પાછા ફરવાનું નક્કી કર્યું અને મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીમાં જોડાયા છે. ત્યારથી, અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદા જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. શિવસેનાના સ્ટાર પ્રચારક હોવાથી તેઓ ઉમેદવારોના પ્રચાર માટે પણ લોકોની સમક્ષ જઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં અભિનેતા ચૂંટણી મંચ પર છે અહીં સભા ચાલી રહી હતી અને તે બાદ અભિનેતા અચાનક સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. અભિનેતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર લોકો અને અન્ય નેતાઓ પણ નાચવા લાગી જાય છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં શિવસેનાના નેતાઓ સ્ટેજ પર હાજર છે. ચૂંટણી પ્રચાર વચ્ચે, ગોવિંદા તેના હિટ ગીત ‘આપકે આ જાને સે..’ પર કમર મટકાવીને ડાન્સ કરવા લાગી જાય છે. તેને ડાન્સ કરતા જોઈને અન્ય નેતા પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તે પણ તેની સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે.
સભામાં હાજર લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે ગોવિંદાના ડાન્સને જોયા બાદ, આ સાથે હાજર લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. ગોવિંદાની સ્ટાઈલ અને ઉત્સાહ પહેલા જેટલો જ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. તે ગીતની દરેક લાઇનને ફુલ એક્સપ્રેશન સાથે મેચ કરતો જોવા મળે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ અભિનેતાનો આવો લુક પહેલીવાર જોવા મળ્યો છે.
ગોવિંદા શિવસેનામાં જોડાયા છે
વર્ષ 2004માં ગોવિંદ મુંબઈ ઉત્તર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
અભિનેતા માર્ચ 2024માં શિવસેનામાં જોડાયો હતો. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા ત્યારથી તેઓ ચૂંટણી પ્રચારનો હિસ્સો છે. ગોવિંદા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે નહીં તે હાલમાં નક્કી થયું નથી. જો કે, એવી ધારણા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમને મુંબઈ નોર્થ વેસ્ટમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationHeatwave in Delhi: ભારે ગરમીને કારણે શાળાઓમાં રજાઓ અંગે દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ આદેશ
May 20, 2024 09:11 PMજામનગર પક્ષી ઘરમાં પક્ષીઓની વિશેષ સાર સંભાળ
May 20, 2024 06:33 PMકાળઝાળ ગરમીમાં જામનગર ગ્રેઇન માર્કેટના મજૂરોની કફોડી હાલત
May 20, 2024 06:31 PMરાજકોટ રેન્જ આઇ.જી જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાતે
May 20, 2024 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech