દેશના અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં કોવિડ 19 ટેસ્ટના ભાવ વધુ હોવાથી ગરીબ-મધ્યમ વર્ગના ખીસ્સા પર વધુ બોજ પડતો હતો. જેમાં સરકાર દ્વારા હાલ થોડી રાહત આપવામાં આવી છે. હવે રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ફરી લોકડાઉન થવાની અટકળોને ખોટી જાહેર કરીને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, ‘હવે કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકડાઉન કરશે નહીં. કોઈ સોશાયટી કે ગામમાં લોકો સ્વયમભુ લોકડાઉન કરી શકશે. આથી ફરી લોકડાઉનની વાત ખોટી છે. તેમજ કોરોનાના ટેસ્ટ માટે 1500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.’
અત્યાર સુધી કોરોનાના ટેસ્ટ માટે 2500 રૂપિયા ચુકવવા પડતા હતા. જે હવે માત્ર 1500 રૂપિયામાં થઈ શકશે. ઉપરાંત ઘરે આવીને ટેસ્ટ કરાશે તો 2000 ચૂકવવા પડશે, જે અગાઉ 3000 હજાર ચાર્જ હતો. રોજ 70 હજાર લોકો ટેસ્ટ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ 19ના રિપોર્ટના સૌથી પહેલા રૂ.4500 લેવાતા હતા. જેમાં મે મહિનામાં ICMRએ 4500 રૂપિયાની ટોચ મર્યાદા હટાવી અને બાદમાં રાજ્ય સરકારે સરકારે 2500 રૂપિયા લેવાનો નિર્ણય કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech