લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકા સામે 363 રનનો પહાડી લક્ષ્યાંક મૂક્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 362 રન બનાવ્યા હતા, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. સાઉથ આફ્રિકાને ફાઇનલમાં પહોંચવા માટે 363 રન બનાવવા પડશે, જો તેઓ આમ કરવામાં નિષ્ફળ રહેશે તો ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઈમાં રમાશે.
ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને શાનદાર સદી ફટકારી હતી. રચિન રવિન્દ્રએ 108 રન અને કેન વિલિયમસને 102 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોની વિસ્ફોટક સદીને કારણે ન્યૂઝીલેન્ડે વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી.
રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને બીજી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી. રચિન રવિન્દ્રએ પોતાની વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. રચિને 108 રન અને વિલિયમસને 102 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકા સામે મોટો લક્ષ્યાંક મૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech