બાળકોમાં સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિયંત્રિત કરવાના સતત વધી રહેલા દબાણ વચ્ચે ન્યૂયોર્કે કડક પગલાં લીધાં છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ડેમોક્રેટ ગવર્નર કેથી હોચુલે આ બિલ પર હસ્તાક્ષર કર્યા પછી સોશિયલ મીડિયા પરની સામગ્રી પર પ્રતિબધં મૂકતું બિલ પસાર કરવામાં આવ્યું છે. આ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બતાવવામાં આવતી વ્યસની પોસ્ટને અટકાવશે. બાળકો માત્ર તેઓ જે એકાઉન્ટને અનુસરે છે તેની પોસ્ટસ જ જોશે. માતાપિતાની સંમતિ પછી જ સગીરોને વ્યસની પોસ્ટ મોકલી શકાય છે.
નવા કાયદા હેઠળ, પ્લેટફોર્મ માતા–પિતાની સંમતિ વિના મધરાતથી સવારે ૬ વાગ્યાની વચ્ચે સગીરોને આવી પોસ્ટ વિશે સૂચનાઓ મોકલી શકશે નહીં. એટર્ની જનરલ લેટિટિયા જેમ્સને બિલ સંબંધિત માર્ગદર્શિકા તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેથી વપરાશકર્તાઓની ઉંમર અને માતાપિતાની સંમતિ નક્કી કરવા માટે એક મિકેનિઝમ બનાવી શકાય. તેઓ કહે છે કે વ્યસની પોસ્ટસ એવા એકાઉન્ટસમાંથી આવે છે જેને બાળકો અનુસરતા નથી અથવા સબ્સ્ક્રાઇબ કરતા નથી. પોસ્ટસને લાંબા સમય સુધી પ્લેટફોર્મ પર રાખવા માટે રચાયેલ અલ્ગોરિધમ્સ દ્રારા વિતરિત કરવામાં આવે છે.
ન્યુયોર્કના એટર્ની જનરલ લેટીટીયા જેમ્સ કહે છે કે અમારા બાળકો માનસિક સ્વાસ્થ્ય સંકટથી પીડાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા આ આગને વેગ આપી રહ્યું છે. ન્યૂયોર્કની ટેક ઈન્ડસ્ટ્રી આ બિલનો સખત વિરોધ કરી રહી છે. તે દલીલ કરે છે કે તે ગેરબંધારણીય રીતે સાઇટસને સેન્સર કરે છે. આ પ્રક્રિયા યુવાન વપરાશકર્તાઓની ગોપનીયતાને અસર કરશે.
મેટા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપનીએ ગયા વર્ષે ટૂલ્સ રજૂ કર્યા હતા જે માતાપિતાને સમય મર્યાદા નક્કી કરવા અને તેમના બાળકો આ પ્લેટફોર્મ પર કેટલો સમય વિતાવે છે તેનું નિરીક્ષણ કરવા દે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસ અનુસાર, છ સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૨૦૨૨માં સગીરોને જાહેરાતો બતાવીને ૧૧ બિલિયન ડોલર (આશરે . ૯૧૮.૭૯ બિલિયન) કમાઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech