નવા વર્ષની લોલિપોપ: કોમર્શિયલ સિલિન્ડરમાં દોઢ રૂપિયાનો ઘટાડો

  • January 01, 2024 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલપીજી વપરાશકર્તાઓ ને નવા વર્ષની ભેટ લોલિપોપ સ્વપે મળી છે અને ૨૨ ડીસેમ્બર બાદ વધુ એક વાર કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો માત્ર દોઢ પિયો ઘટાડવામાં આવી છે , જો કે ઘરેલું ગેસ ની કિમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એ વાત તો જાણીતી જ છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે અને એ કારણે વર્ષની શઆતમાં જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થશે એવી અપેક્ષા હોય જ પણ આ અપેક્ષા મજાક જેવી બની ગઈ જયારે દોઢ પિયાનો ઘટાડો કરવામાં આવ્યો. ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત આપતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતોમાં ૧.૫૦ પિયાનો નજીવો ઘટાડો કર્યેા છે. નોંધનીય છે કે આ પહેલા ૨૨ ડિસેમ્બરે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે રસોડામાં વપરાતા ૧૪ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે. ઘરેલુ ઉપયોગ માટેનું સિલિન્ડર ૧૪ કિલો છે યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૯ કિલો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ઘટતી કિંમતો વચ્ચે એ જાણવું જરી છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે ૩૦ ઓગસ્ટના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application