આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી નવા વર્ષ 2025નો પ્રારંભ થશે. સમગ્ર રાજ્યમાં યુવાનોમાં નવા વર્ષની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાતના ચાર મોટા શહેરો - અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સજ્જ છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે ઉજવણી દરમિયાન કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રહેશે, જેના વિશે નીચે માહિતી આપવામાં આવી છે.
૩૧મી ડિસેમ્બરનો માહોલ અને ઉજવણી અમદાવાદમાં પણ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. ડીજે પાર્ટીઓનો ક્રેઝ દિવસેને દિવસે વધ્યો છે અને વિવિધ ફન અને ફૂડ ફેસ્ટ પણ શહેરમાં ન્યૂયરના સેલિબ્રેશન માટે આજે તૈયાર થઇ ગયા છે. શહેરમાં નાના-મોટા પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સથી માંડીને ક્લબ અને ફાર્મ હાઉસમાં આજે સાંજે આઠ વાગ્યાથી લોકો ન્યૂયર ઉજવવા પહોંચી જશે. જેના માટે રૂ.250 થી 2000 સુધીના દરેકને પોસાય એવા પાસ સાથે પાસ વેચાઇ રહ્યા છે. ઓન લાઇન બુકિંગમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પાસમાં અનેક સ્થળે ડીજે વીથ ડાન્સના આયોજન છે. જેમાં અર્લી બર્ડ, વીઆઇપી, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવા પાસ લોકો ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ ઉપરથી ખરીદી રહ્યા છે તેમ ડીજે મિતેષે આજકાલ સાથેની વાતમાં જણાવ્યું હતું.
ડીજે મિતેષે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆત થઈ રહી છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું! આ વર્ષે આપણે સૌ સાથે મળીને ખૂબ જ ધમાલ મચાવીશું. મારા મ્યુઝિકમાં તમને ડાન્સ કરવાની અને ખુશીઓ મનાવવાની પ્રેરણા મળશે. આવો, આપણે સૌ સાથે મળીને નવા વર્ષનું સ્વાગત કરીએ અને એક યાદગાર રાત બનાવીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રાત્રે હું તમારા માટે ખાસ ટ્રેક્સ વગાડીશ, જેમાં નવા અને જુના ગીતોનું મિશ્રણ હશે. તમે ડાન્સ ફ્લોર પર આવો અને મારા મ્યુઝિકનો આનંદ લો, એવી મારી ઈચ્છા છે.
પોલીસની શહેરભરમાં ચાંપતી નજર
અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શહેરભરમાં ચાંપતી નજર રાખવામાં આવશે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, પાર્ટીઓમાં અશ્લીલતા કે મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય તે માટે પોલીસ ખાસ તકેદારી રાખશે. પાર્ટીના આયોજકોએ પણ મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું પડશે. પોલીસે આ માટે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને જો કોઈ ઘટના બનશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો
અમદાવાદ શહેરના કેટલાક મુખ્ય માર્ગો સાંજે ૬ વાગ્યા પછી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જેમાં સિંધુભવન રોડ, સીજી રોડ અને એસજી હાઈવેનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ રસ્તાઓના વિકલ્પ રૂપે અન્ય માર્ગો ઉપલબ્ધ રહેશે જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે. આ અંગેની વિસ્તૃત માહિતી અમદાવાદ પોલીસની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પોલીસની તૈયારી
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરોના મુખ્ય સ્થળો અને પાર્ટી પ્લોટ્સ પર પોલીસની ખાસ નજર રહેશે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે.
ઉજવણીની સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ
નવા વર્ષની ઉજવણી ઉત્સાહથી કરો, પરંતુ સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો. પોલીસ તમારી સુરક્ષા માટે હંમેશા તત્પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech