ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ "ધ ગ્રેટ વર્ડ"ની સંપર્ક કર્યો હતો.
દ્વારકા - ગોપી તળાવનાના તૈયબ ચાવડા નામના એક રીક્ષા ચાલકે આ કિસ્સામાં પોતાની પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. "ધ ગ્રેટ વર્ડ"ના પ્રયત્નોથી આ મોબાઈલ જેમને મળી આવ્યો હતો તે વ્યક્તિનો સંપર્ક કરી, મોબાઈલ પરત મેળવીને આ વિદ્યાર્થીને તે અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજથી એકાદ સપ્તાહ પૂર્વે ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના કેટલાક લોકો દ્વારકાની યાત્રાએ ગયા હતા અને તેમાં વિદ્યાર્થીની કોમલ ઝીણાભાઈ બારૈયાનો પણ સમાવેશ થતો હતો. કોમલ પોતાના વાહનમાં બેઠી હતી ત્યારે એને ખ્યાલ ન રહેતા તેનો મોબાઈલ માર્ગમાં જ પડી ગયો હતો. થોડે દુર સુધી વાહન પહોંચ્યા પછી તેને ખબર પડી હતી કે તેનો મોબાઈલ પડી ગયો છે તેથી વાહન પાછું વાળી મોબાઇલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માર્ગ માટે મળી આવ્યો ન હતો. મોબાઈલ મેળવવાના પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન "ધ ગ્રેટ વર્ડ"નો સંપર્ક કરવામાં આવતા "ધ ગ્રેટ વર્લ્ડ" દ્વારા જેમને મોબાઇલ મળ્યો હતો, તે તૈયબ ચાવડાનો સંપર્ક કરાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર પત્રકાર કુંજન રાડિયાએ સંપર્ક સૂત્રો ગતિમાન કરતાં "ધ ગ્રેટ વર્લ્ડ" વતી આ મોબાઈલ દ્વારકાના પત્રકાર કરન કપૂરએ તૈયબભાઈ પાસેથી હાથોહાથ સ્વીકાર્યો હતો અને ત્યાર બાદ ખંભાળિયાથી આ મોબાઈલ નવા રતનપર ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નવા રતનપર ખાતે "ધ ગ્રેટ વર્લ્ડ" વતી દિનેશભાઈ કંટારીયાએ આ મોબાઈલ કોમલ બારૈયા અને તેમના માતા રેખાબેન બારૈયાને અર્પણ કર્યો હતો. આ કિંમતી ફોન પરત મેળવીને કોમલ અને તેના પરિવારે "ધ ગ્રેટ વર્લ્ડ " પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech