ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે વરસાદની આગાહી વચ્ચે સવાર થી બપોર સુધીમાં જિલ્લામાં મેઘવિરામ રહયો હતો.જો કે ભાવનગર શહેરમાં હળવુ ઝાપટુ પડયુ હતુ.ઝાપટાથી પા ઈંચ વરસાદ પડયો હતો.મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૪૧૮૧ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી ૪ ઈંચ વધીને આજે બપોરે ૨૬ ફૂટ રહી હતી.રેડ એલર્ટને ધ્યાને લઈ ભાવનગર શહેરમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે બપોર સુધી મેઘવિરામ રહયો હતો.ભાવનગર શહેર માં સવારે હળવુ ઝાપટુ પડયુ હતુ.ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૪૧૮૧ ક્યુસેક પાણીની આવક શરૂ છે. આથી ડેમની સપાટી ૪ ઈંચ વધીને આજે બપોરે ૨૬ ફૂટ રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૨.૩ ડિગ્રી ઘટીને ૩૦.૪ ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૦.૪ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૦.૭ ડિગ્રી ઘટીને ૨૫.૮ ડિગ્રી નોંધાયુ હતુ. આજે શુક્રવારે સવારે ભેજ વધીને ૮૫ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૨૨ કિ.મી. રહી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech