રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૮૨માંથી ૧૦ જળાશયોમાં નવા નીરની આવક

  • September 23, 2023 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્રમાં છુટા છવાયા હળવાથી ભારે ઝાપટા વરસતા રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ ડેમમાંથી ૧૦ ડેમમાં અડધો ફટ સુધી નવા નીરની આવક થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક પણ ડેમ સાઈટ ઉપર વરસાદ નોંધાયો નથી.વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કન્ટ્રોલ મના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સવારે સાત વાગ્યાથી આજે સવારે સાત વાગ્યે સુધીના છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં આજી–૨માં ૦.૧૩ ફટ, વેરીમાં ૦.૨૩ ફટ, ઇશ્વરીયામાં ૦.૧૬ ફટ, મોરબી જિલ્લામાં ડેમી–૧માં ૦.૧૩ ફટ, ડેમી–૨માં અડધો ફટ, બંગાવડીમાં ૦.૩૩ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા)માં ૦.૧૦ ફટ, ફલકુમાં ૦.૧૬ ફટ, વાંસલમાં ૦.૧૬ ફટ, લીંબડી ભોગાવો–૨ (વડોદ)માં ૦.૩૩ ફટ નવા નીરની આવક થઇ હતી. રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ની સપાટી યથાવત રહી છે.આજે સવારની સ્થિતિએ છ ડેમ ઓવરલો થવાનું યથાવત છે જેમાં રાજકોટ જિલ્લામાં વેણુ–૨ (એક દરવાજો ૦.૦૫ મીટર ખુલો), ન્યારી–૨ (એક દરવાજો ૦.૦૭૫ મીટર ખુલો) મોરબી જિલ્લામાં મચ્છુ–૩ (એક દરવાજો ૦.૦૨૫ મીટર ખુલો) , જામનગર જિલ્લામાં ફુલઝર–૧ (૦.૦૫ મીટર ઓવરલો), સપડાં (૦.૦૨ મીટર ઓવરલો) અને વાડીસગં (૦.૦૨ મીટર ઓવરલો) સહિતનો સમાવેશ થાય છે તેમ સૂત્રોએ ઉમેયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application