BREAKING NEWS

જૂનાગઢમાં હેરિટેજ સેલ બનાવવા કટિબદ્ધતા વ્યકત કરતા નવા કમિશનર પ્રભવ જોષી

  • May 22, 2026 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના કમિશનર પ્રભવ જોશીએ ટ્રેન મારફત જુનાગઢ પહોચ્યા બાદ સૌપ્રથમ ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચાર્જ સંભાળ્યો હતો. કમિશનરે ટૂંક સમયમાં શહેરમાં હેરિટેજ સેલ બનાવવા કટિબદ્ધતા વ્યકત કરી હતી.કમિશનર પ્રભવ જોષી ટુરીઝમ ડેવલોપમેન્ટ બોર્ડના મેનેજિંગ ડાયરેકટર તરીકે કાર્યરત હતા.તેઓ ટ્રેન મારફત જુનાગઢ પહોંચ્યા યાં રેલવે સ્ટેશનને ડેપ્યુટી કમિશનર જાડેજાએ તેઓનું સ્વાગત કયુ હતું. ત્યારબાદ ભવનાથ મંદિરે દર્શન કર્યા બાદ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જૂનાગઢને આધુનિક, સ્વચ્છ, સ્વસ્થ શહેર બનાવવા કટિબદ્ધતા વ્યકત કરી હતી. ઐતિહાસિક ઇમારતોને પ્રમોટ કરવામાં આવશે. નરસિંહ મહેતા સરોવરમાં લાઈટ એન્ડ સાઉ તથા મ્યુઝિકલ ફાઉન્ટેન , વાઘેશ્વરી તળાવ, ડેમ સહિતના આસપાસના વિસ્તારોને રમણીય બનાવવા આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.ચોમાસા પૂર્વે ગટર અને રસ્તાના કાર્ય પૂર્ણ કરવા પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. ઐતિહાસિક ઈમારતો અને પ્રાચીન સ્થળો હોવાના કારણે અમદાવાદ અને રાજકોટની જેમ જુનાગઢ મહાનગરપાલિકામાં હેરીટેજ સેલ કાર્યરત કરાશે. સમયસર અને પદ્ધતિસર કાર્ય કરવા પ્રયાસ રહેશે. સ્પોટર્સ અને ફિટનેસ સેન્ટર બનાવવા ડીપીઆર તૈયાર કરાશે. બાંધકામ હોય કે બિસ્માર રસ્તા તે તમામ પડતર પ્રશ્નો ઉકેલવા કામગીરી હાથ ધરાશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application