ચાલુ વર્ષે વરસાદમાં ભ્રષ્ટ્રાચાર આચ બનાવવામાં ઘણા પુલ તૂટી ગયા, પાણીમાં વહી ગયા. જેતપુરમાં ૧૪ વર્ષ પૂર્વે ભાદર નદી પર બનેલ નેશનલ હાઇવેનો અત્યાર સુધીમાં પાંચવાર ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ દરવખતે રીપેર કરી વાહનો માટે ખોલવામાં આવે છે. યારે જેતપુરમાં ૧૫૦ વર્ષ પૂર્વે રાજાશાહીમાં બનેલ પુલ આજે પણ એક કાંકરી ખર્યા વગરનો અડીખમ ઉભો છે અને હજુ પણ તે ટ્રાફિકથી ધમધમતો જોવા મળે છે. જે તત્કાલિન સમયની ઉત્કૃષ્ટ્ર કારીગરી, ઈમાનદારી અને ભ્રષ્ટ્રાચાર મુકત શાષનની ગવાહી પુરે છે.
હાલના તકલાદી પુલ સામે આપણે વાત કરવી છે ૧૫૦ વર્ષ જુના પુલની કે જેણે ૧૩૦ વર્ષ સુધી અસંખ્ય ટ્રેનનો ભાર, છેલ્લા ૨૦ વર્ષથી વાહનોનો ભાર અને અસંખ્યવાર ભાદર નદીના હોનારતો સહન કર્યા છતાંય હજુ અડીખમ ઉભો છે. જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદી પર ૧૫૦ વર્ષ પુર્વ ૮ જુન ૧૮૭૪ના રોજ મહારાજા ભગવતસિંહજી અને જેતપુરના રાજવી મુળુવાળાના આર્થિક સહયોગથી અંગ્રેજી શાષકો ગવર્નર એન્ડરસન દ્રા૨ા ઈજનેર રોબર્ટ બેલબુથની દેખરેખ હેઠળ રેલ્વે પુલ બનાવવામાં આવેલ. તત્કાલિન સમયે બારમાસી એવી ભાદર નદીના વહેણના પાણીને પીલરે, પીલરે રોકી પાયા ગળાવેલ અને અત્યારે જેનો ધૂપ, દિવામાં ઉપયોગ થાય છે તે ગૂગળને પાયામાં પાથરી તેમાં સીસું રેડવામાં આવેલ. અને તેના પર બાજુમાં જ આવેલ રબારીકા ગામની ખાણના કાળા પથ્થરો કે જેમાં લૂણો લાગતો નથી તે કાળા પથ્થરોથી ૨૦ પીલર અને ૨૦ દરવાજા ધરાવતો અડધો કિ.મી લંબાઈ વાળો રેલ્વે પુલનું નિર્માણ કરવામાં આવેલ.
૧૩૦ વર્ષમાં સેંકડો ટ્રેનોનો માર પોતાની પર સહન કર્યા બાદ પણ અડિખમ ઉભો રહેલ આ પુલની બાજુમાં જ રેલ્વે વિભાગે ૨૧ વર્ષ પૂર્વે નવો પુલ બનાવી ત્યાં રેલ વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો. યારે અડીખમ ઉભેલ જુના રેલ્વે પુલને બિન ઉપયોગી કરી બધં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ આ પુલ પરથી જેતપુરમાં રાજકોટ બાજુથી પ્રવેશવાથી નવાગઢનું ૨ કિ.મી.નું અંતર ફરવું ન પડે તેવી સ્થાનિકોની માંગણીના કારણે તત્કાલિન માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત પુલ લઈને તેના પર ડામર કામ કરાવી વાહનો માટે ખુલ્લ ો મુકવામાં આવ્યો હતો. એટલે કે, વર્તમાન શાસકોના હાથમાં પુલ આવતા જ તેમાં છેલ્લ ા વીસ વર્ષમાં ડામરના થર પર થર લગાવતા જતા પુલની પારાપેટ (પ્રોટેકશન વોલ) પર ડામરનું દબાણ વધતું જતા પંદર દિવસ પૂર્વે પરપેટનો પંદરેક ફટનો ભાગ તૂટી નીચે પડો હતો. જેથી સલામતીના ભાગપે પુલને વાહન વ્યવહાર માટે બધં કરાયો હતો.
શહેરમાં અવરજવર માટેના બે પુલમાંથી ૧૫૦ વર્ષ જૂનો પુલ બધં થતાં વાહન ચાલકોને ૨ કિમી ફરીને નવાગઢનો નેશનલ હાઇવેના પુલનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તે પુલની પણ એક બાજનું રોડ બધં હોય વાહન ચાલકોને દરરોજ ગંભીર ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે.
સમસ્યાથી ત્રસ્ત લોકો માટે થઈ આર એન્ડ બી. ૧૫૦ વર્ષ જુના પુલનું પરીક્ષણ કરાવતા આ પુલ હજુ પચીસ વર્ષ સુધી વાહનો ભાર ઝીલી શકે તેવી ક્ષમતાવાળો હોવાનો રીપોર્ટ આવ્તા પુલની પારાપેટ રીપેર કરાવી પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હોવાનું માર્ગ અને મકાન વિભાગના ઈજનેર અભય બરનવાલે જણાવ્યું હતું.
આમ, ૧૫૦ વર્ષ જૂનો પુલ તે સમયની ઉત્કૃષ્ટ્ર કારીગરી, ઈમાનદારી અને ભ્રષ્ટ્રાચાર મુકત શાષનની ગવાહી પુરે છે.
યારે ભાદર નદી પરનો નેશનલ હાઈવેનો તેમજ રાયના બીજા અનેક પુલો ભ્રષ્ટ્રાચારની ચાડી ખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech