સાવરણી ઉપયોગ કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, માતા લક્ષ્મી થશે નારાજ

  • February 25, 2021 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે બધા ઘરની કે ઓફિસની, સફાઇ માટે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ઝાડુમાં રહે છે અને માતા લક્ષ્મી જે ઘરમાં સ્વચ્છતા હોય ત્યાં રહે છે. આપણે બધાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ છીએ પરંતુ હજી પણ અજાણતાં જ આવી કેટલીક ભૂલો કરવામાં આવે છે જેના વિશે આપણે જાણતા નથી. જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. ચાલો જાણીએ સાવરણીનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાવરણી હંમેશાં છુપાવીને રાખવી જોઈએ. કોઈ એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં લોકો આવતા-જતા જુએ નહી.આ સિવાય બેડરૂમમાં સાવરણી રાખવાનું પણ ટાળવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાવરણીમાં પગ મુકવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્વચ્છતા હોય ત્યાં માતા લક્ષ્મી રહે છે. ઘરનો કચરો ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, જ્યાં સ્વચ્છતા નથી, ત્યાં ગરીબીનો વાસ છે. વાસ્તુના કહેવા મુજબ સાવરણી ઘરની ગંદકી દૂર કરવા માટે જ નહીં પરંતુ ગરીબી દૂર કરવા માટે પણ કામ કરે છે. જો સ્વપ્નમાં સાવરણી દેખાય છે તો તે સારું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેના સ્વપ્નમાં ઝાડુ જુએ છે, તો તેનો અર્થ એ છે કે તેને આર્થિક ફાયદો થશે.

સૂર્યાસ્ત પછી સફાઈ કરવી શુભ નથી. આને કારણે ઘરમાં પૈસાની સમસ્યા ઉદભવે છે. તેનાથી સંબંધોમાં મતભેદો થાય છે. સૂર્યોદય સમયે ઘરમાં સાવરણી લગાડવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની આવનકનો માર્ગ ખુલે છે.

રસોડામાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આ કરવાથી, ઘરમાં ખોરાક અને પૈસાની તંગી રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS