નેતન્યાહુ ગ્રુપ્ત રીતે યુએઈ ગયા: ઇઝરાયલનો દાવો આવી કોઈ મુલાકાત થઈ જ નથી: યુએઈનો દાવો
નેતન્યાહુ ગ્રુપ્ત રીતે યુએઈ ગયા: ઇઝરાયલનો દાવો આવી કોઈ મુલાકાત થઈ જ નથી: યુએઈનો દાવો
May 14, 2026 01:58 PM
મધ્ય પૂર્વમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષે સમગ્ર પ્રદેશને ઘેરી લીધો હતો. ઈરાને યુએઈ સહિત અનેક ખાડી દેશો પર મિસાઈલ અને ડ્રોનનો હત્પમલો કર્યેા. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. જોકે મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે. આ બધા વચ્ચે ઇઝરાયલ દ્રારા કરવામાં આવેલા દાવાથી આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે. ઇઝરાયલે દાવો કર્યેા છે કે બેન્જામિન નેતન્યાહએ ઈરાન વિદ્ધ કાર્યવાહી દરમિયાન યુએઈની ગુ મુલાકાત લીધી હતી. આ માહિતીના ખુલાસાથી હોબાળો મચી ગયો. પરિણામે યુએઈએ હવે એક નિવેદન જારી કરીને બેન્જામિન નેતન્યાહની દેશની મુલાકાત અંગેના દાવાનું સ્પષ્ટ્રપણે ખંડન કયુ છે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહની કથિત મુલાકાત અંગે યુએઈને ધમકી આપી છે. ઈરાને જણાવ્યું હતું કે તેઓ નેતન્યાહની સંયુકત આરબ અમીરાતની મુલાકાતથી અગાઉથી વાકેફ હતા. આ કથિત મુલાકાત એવા સમયે થઈ હતી યારે ઈરાન વિદ્ધ અમેરિકા અને ઈઝરાયલી ઝુંબેશ ચરમસીમાએ હતી. ઈઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે આ મુલાકાત અંગે વિગતો જાહેર કરી હતી, પરંતુ અબુ ધાબીએ દાવાઓને ફગાવી દીધા હતા, અને દાવો કર્યેા હતો કે આવી કોઈ મુલાકાત થઈ નથી. ખાસ કરીને ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે બુધવારે રાત્રે એક સનસનાટીભયુ નિવેદન જારી કયુ. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ઓપરેશન રોરિંગ લાયન (ઈરાન વિદ્ધ હત્પમલો) દરમિયાન, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ ગુ રીતે સંયુકત આરબ અમીરાત (યુએઈ) ની મુલાકાત લીધી હતી. ત્યાં, તેમણે યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ઇઝરાયલ અને યુએઈ વચ્ચેના સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિ઼પ હતી.યુએઈએ ઈઝરાયલના દાવાને સ્પષ્ટ્રપણે નકારી કાઢો છે. યુએઈના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે: સંયુકત આરબ અમીરાત (યુએઈ) ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહની કથિત મુલાકાત અથવા દેશમાં કોઈપણ ઈઝરાયલી લશ્કરી પ્રતિનિધિમંડળના આયોજન અંગેના અહેવાલોને રદિયો આપે છે. યુએઈએ સ્પષ્ટ્રતા કરી છે કે ઈઝરાયલ સાથેના તેના સંબંધો જાહેર છે અને અપારદર્શક કે અનૌપચારિક કરારો પર આધારિત નહીં, પરંતુ સત્તાવાર રીતે જાહેર કરાયેલ અબ્રાહમ કરારો હેઠળ કાર્ય કરે છે.