નેટ ડાયરેક્ટ ટેક્સ 10% વધીને 4.62 ટ્રિલિયન

  • June 18, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશનું નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 16 જૂન સુધીમાં 9.81 ટકા વધીને રૂ. 4.62 ટ્રિલિયન થયું છે, એમ આંકડાઓથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું.16 જૂન સુધી એકત્ર કરાયેલા કુલ કરમાંથી કોર્પોરેટ ટેક્સ રૂ. 1.81 ટ્રિલિયન હતો, જ્યારે વ્યક્તિગત આવકવેરો રૂ. 2.69 ટ્રિલિયન હતો. જેમાં એડવાન્સ ટેક્સ કલેક્શનનો સમાવેશ થાય છે, જેણે આ સમયગાળા દરમિયાન રૂ. 1.48 ટ્રિલિયનનું યોગદાન આપ્યું હતું, એમ સુત્રોએ જણાવ્યું હતું. એડવાન્સ ટેક્સ પેમેન્ટનો પહેલો હપ્તો 15 જૂન સુધીમાં ભરવાનો હતો.

આ નાણાકીય વર્ષમાં 15 જૂન સુધી સરકારની એડવાન્સ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 27.6% વધીને છ1.48 લાખ કરોડ થઈ છે, જે મજબૂત અર્થતંત્ર અને મજબૂત કોર્પોરેટ કામગીરીનો સંકેત આપે છે, એમ માહિતીથી વાકેફ લોકોએ જણાવ્યું હતું. આ રકમમાં કોર્પોરેટ ટેક્સ તરીકે છ1.14 લાખ કરોડ અને વ્યક્તિગત આવકવેરા તરીકે છ34,362 કરોડનો સમાવેશ થાય છે, એમ તેઓએ જણાવ્યું હતું. ગયા વર્ષે 1 એપ્રિલથી 15 જૂન વચ્ચે એડવાન્સ ટેક્સ કલેક્શન છ1.16 લાખ કરોડ હતું, જેમાં કોર્પોરેટ ટેક્સ તરીકે છ92,172 કરોડ અને વ્યક્તિગત આવકવેરા તરીકે છ23,513 કરોડનો સમાવેશ થાય છે.



નાણાકીય વર્ષ 24ના પ્રથમ ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ 14% વધ્યો હતો તે જોતાં, નાણાકીય વર્ષ 25ના પ્રથમ ક્વાર્ટરમાં માં તીવ્ર વધારો આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો સૂચવે છે. એડવાન્સ ટેક્સ કલેક્શન એ કોર્પોરેટ નફાકારકતા અને વ્યક્તિઓની કમાણીમાં વૃદ્ધિનું સારું સૂચક છે. એડવાન્સ કરદાતાઓએ દર વર્ષે 15 જૂન સુધીમાં તેમની આવકવેરા જવાબદારીના 15% ચૂકવવા પડશે.

નાણાકીય વર્ષ 25ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન વધુ રિફંડ હોવા છતાં, એકંદર ડાયરેક્ટ ટેક્સ રિસિપ્ટ્સ (રિફંડ પછી) રૂ. 4.62 ટ્રિલિયન રહી હતી, જે વર્ષમાં 21.6% નો વધારો દશર્વિે છે, જે દશર્વિે છે કે આખા વર્ષ માટેની રસીદ રૂ. 21.99 ટ્રિલિયનના લક્ષ્યાંકને વટાવી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application