શહેરના રેસકોર્સ રીંગરોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા રાજ કુતબભાઈ લાકડાવાળા (ઉ.વ 26) નામના વ્હોરા વેપારીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીમાં નાની બજાર વિસ્તારમાં સેલ્ફી મોહલ્લા મુલ્લા શેરીમાં રહેતા મુર્તજા હુસેનભાઇ લોખંડવાલાનું નામ આપ્યું છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સદર બજારમાં આવેલ જૂની ભારમલ રેસ્ટોરન્ટ ચલાવે છે. આજથી ચારથી પાંચ મહિના પૂર્વે અહીં તેમના ફઈનો પુત્રનો પુત્ર મૂર્તજા અને તેના પિતા હુસેન લોખંડવાલા અહીં દુકાને આવ્યા હતા અને કહ્યું હતું કે, મારા દીકરા મૃર્તજાને તમે થોડા દિવસ તમારે ત્યાં નોકરીએ રાખો અને તેને વેપારી શીખડાવો જેથી ફરિયાદીએ ફઈના પુત્ર હુસેનની ભલામણથી તેના પુત્ર મૂર્તજાને રેસ્ટોરન્ટમાં સંબંધના નાતે દેખરેખ રાખવા માટે રાખ્યો હતો. મૂર્તજા પર વિશ્વાસ રાખી રેસ્ટોરન્ટ દેખભાળ તમામ કામ સોપ્યું હતું. મૂર્તજા અહીં ભારમલ રેસ્ટોરન્ટમાં ચાર, પાંચ મહિના સુધી રેસ્ટોરન્ટનું તમામ કામ કરી ફરિયાદીની ગેરહાજરીમાં રેસ્ટોરન્ટમાં કાઉન્ટર પર બેસી વેપાર કરતો હતો. ખરીદ વેચાણના હિસાબની તમામ જવાબદારી તેમજ રેસ્ટોરન્ટના માલસામાનની દેખભાળ તેને સોંપી હતી.
ગઈ તા. 20/5/2025 થી પાંચેક દિવસ ફરિયાદી કામ સબબ અહીં પોતાની જૂની ભારમલ રેસ્ટોરન્ટ ખાતે ગયા ન હતા. દરમિયાન તારીખ 26/5 ના રોજ તેમના મોબાઈલ ફોનમાં અહીં પોતાની રેસ્ટોરન્ટના કેમેરા ચેક કરતા 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખૂલેલ નહીં. જેથી તેણે મૂર્તજાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો જેથી મુરતુજાના પિતા હુસેનભાઇને ફોન કરી કહ્યું હતું કે, મુર્તજાનો ફોન લાગતો નથી તે તમારે ત્યાં આવ્યો છે જેથી હુસેનભાઇએ કહ્યું હતું કે મને ખબર નથી. બાદમાં ફરિયાદી રૂબરૂ અહીં રેસ્ટોરન્ટે ગયા હતા. મૂર્તુજા રહેતો હતો તે રૂમમાં જોતા અહીં રેસ્ટોરન્ટની સ્ટોર રૂમની કાઉન્ટરની ચાવી રૂમમાં શેટી ઉપર પડી હતી અને અહીં રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારી રાજેશ, નવસાદ, લખનની પૂછપરછ કરતા તેણે મૂર્તજા ક્યાં ગયો છે તે વિશે કોઈ જાણ ન હતી.
બાદમાં બાદમાં ફરિયાદી એ મોબાઇલ ફોનમાં રહેલા રેસ્ટોરન્ટના કેમેરા ચેક કરતા તારીખ 26/5 ના વહેલી સવારે 4:30 વાગ્યે આસપાસ મુર્તજા ભાગીને જતો નજરે પડ્યો હતો. જેથી રેસ્ટોરન્ટનો હિસાબ ચેક કરતા તા. 20/5 થી 25/5 સુધી રેસ્ટોરન્ટના વેપારના હિસાબના રૂપિયા આશરે ૨૨,૯૪૫ કાઉન્ટરના ટેબલમાં જોવા મળ્યા ન હતા તેમજ વેપારીઓને હિસાબ પેટે ચૂકવવા આપેલ 1.30 લાખ પણ જોવા મળ્યા ન હતા. મોબાઈલ ફોન તથા રેસ્ટોરન્ટના કામ માટે રાખેલ બાઈક પણ જોવા મળ્યું ન હતું. રેસ્ટોરન્ટના સ્ટોર રૂમમાં રાખેલ ડ્રાયફ્રુટ અને કરિયાણાનો સામાન કે જેની કિંમત 50,000 હોય તે પણ જોવા મળી ન હતી. બાદમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે અહીં નવસાદ, અનિલ, રાજન, રાજેશ અને લખન પાસેથી પણ ઉછીના રૂપિયા લઈને ભાગી ગયો છે. જેથી ફરિયાદીએ પોતાના ભત્રીજા મૂર્તજા લોખંડવાલાએ રેસ્ટોરન્ટમાંથી રોકડ રકમ, સામાન બાઇક સહિત રૂ. 2,39, 945 નો મુદ્દામાલ વિશ્વાસઘાત કરી લઈ ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech