જસદણના પોલારપર રોડ રહેતા યુવાનને પાડોશી પરિવારે પાઇપ અને લાકડી વડે માર મારી તેનો પગ ભાંગી નાંખ્યો હતો. યુવાનની પત્ની અને ભાણેજ સાથે પણ મારકૂટ કરી હતી. યુવાનનો ભત્રીજો પાડોશીની ભત્રીજીને ભગાડી ગયો હોય તેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
જસદણમાં પોલારપર રોડ પર ગજાનના સોસાયટીની પાછળ રહેતા કેશુ ભોજાભાઇ ધોકડીયા(ઉ.વ ૩૮) નામના યુવાને જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા અશોક રવજીભાઇ સોલંકી, મનોજ રવજીભાઇ સોલંકી, જસુબેન મનોજભાઇ સોલંકી,સચિન મનોજભાઇ સોલંકી, છાયાબેન સચિનભાઇ સોલંકી, સુમિત અશોકભાઇ સોલંકીના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ ગામ વીંછિયાના મોટા માત્રા છે. ૨૦ દિવસ પૂર્વે પાડોશમાં રહેતો અશોક સોલંકી અહીં ઘરે આવ્યો હતો અને યુવાનને કહ્યું હતું કે તારો ભત્રીજો વિમલ મનસુખભાઇ ધોડકીયા મારી ભત્રીજીને ભગાડી ગયો છે. જેથી યુવાને કહ્યું હતું કે આ બાબતે મને કઇં ખબર નથી. ત્યારબાદ દસ દિવસ પૂર્વે અશોક ફરી ઘરે આવ્યો હતો અને યુવાન તથા તેની પત્નીને કહેવા લાગ્યો હતો કે, મારી ભત્રીજીને ગોતી લાવો નહીંતર હત્પં તમને બધાને પતાવી દઇશ તેવી ધમકી અને ગાળો આપી જતો રહ્યો હતો.
ગઇ તા. ૨૮૪ ના રોજ સાંજના યુવાન તેનો ભાણેજ નરેશ ધીભાઇ પરનાળીયા બંને ઘરે આવ્યા હતાં.નરેશ ઘરમાં ટિફિન મુકવા ગયો હતો અને યુવાન બાઇકની ઘોડી ચડાવતો હતો ત્યારે મનોજ પાઇપ અને તેની પત્ની જસુ લાકડી લઇને આવ્યા હતાં.બદમાં યુવાનને લાકડી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તે અહીં ઢળી પડયો હતો.
બાદમાં મનોજનો પુત્ર સચિન અને તેની પત્ની છાયા અહીં આવ્યા હતા તે યુવાનની પત્ની રંજન અને તેના ભાણેજ નરેશને મારમારવા લાગ્યા હતાં.બાદમાં યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. હત્પમલામાં ઘવાયેલા કેશુ ધોકડીયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં તેને પગમાં ફ્રેકચર થયાનું નિદાન થયું હતું.જયારે તેની પત્ની અને ભાણેજને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૪૫ ડિગ્રી તાપમાનમાં બંધ કરવી પડે તેવી ઇલેક્ટ્રિક સિટી બસ શું કામની? વિપક્ષની આંદોલનની ચિમકી
April 30, 2025 03:18 PMમનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી 2000 કરોડના વધુ એક કૌભાંડમાં એફઆઈઆર
April 30, 2025 03:15 PMશક્તિવર્ધક ગોળ સ્વાસ્થ્યનાશક બની જાય એટલી તેવી ભેળસેળ
April 30, 2025 03:07 PMમોદીની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ: હુમલાનો બદલો લેવા માટે રોડમેપ તૈયાર
April 30, 2025 03:06 PMખોટા નિર્ણયો ન લો, તે લોકોના વિશ્વાસને હચમચાવી નાખે છે: સુપ્રીમ કોર્ટની નીચલી અદાલતોને સલાહ
April 30, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech