શહેરના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં કારખાનેદારના બધં મકાનને અઢી વર્ષ પૂર્વે તસ્કરો નિશાન બનાવી અહીંથી પિયા ૩૭ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા સાપડી છે. આ ચોરીમાં પોલીસે નેપાળી બેલડીને ઝડપી લીધી હતી. જેની પૂછતાછમાં આ ચોરી સહિત ૧૨ ગુનાની કબુલાત આપી હતી. પોલીસે આ બેલડી પાસેથી રોકડ .૧૦,૫૦૦ બે મોબાઈલ ડિસમિસ અને વાંદરી પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા છે.
જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા માટે તપાસમાં હતી. દરમિયાન પીએસઆઇ એમ.જે.હત્પણ તથા હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, કીરતસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ તિપતિ સોસાયટી પાણીના ટાંકા પાસેથી બે નેપાળી શખસોને ડિસમિસ, વાંદરીપાનુ તથા મોબાઈલ ફોન રોકડ સહિત .૧૨,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખસોના નામ પ્રવીણ વસતં શાહી(ઉ.વ ૩૫ રહે. હુડકો ચોકડી પાસે તિપતિ સોસાયટી) ભરત રણબહાદુર શાહી (ઉ.વ ૨૩ રહે. હત્પડકો ચોકડી પાસે તિપતિ સોસાયટી) હોવાનું માલુમ પડું હતું.
પોલીસે આ બેલડીની પૂછતાછ કરતા તેણે બે થી અઢી વર્ષ પૂર્વેના સમયગાળા દરમિયાન રાજકોટમાં અને મોરબીમાં મળી ૧૨ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેમાં રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં રહેતા કારખાનેદાર મોહસીન પટેલ તથા તેમનો પરિવાર ઓગસ્ટ ૨૦૨૧ માં સાતમ આઠમમાં રાજસ્થાન ફરવા ગયો હોય દરમિયાન તેમના મકાનમાંથી ૨૩ લાખ રોકડ અને ૧૪ લાખની કિંમતના સોના– ચાંદીના દાગીનાની ચોરી આ બેલડી તથા તેના સાથીદારોએ મળી કરી હોવાની કબુલાત આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી અહીં રહી છૂટક મજૂરી કામ કરતા હતા અને તેમના વતનના પરિચિત લોકો પાસેથી સોસાયટી તથા એપાર્ટમેન્ટના ચોકીદાર તથા કાર વોશ કરવા જનાર નેપાળી વ્યકિતઓ પાસેથી બધં મકાનની માહિતી મેળવી રાત્રિના રેકી કરી ચોરીના બનાવને અંજામ આપતા હતા. એક વાર મોટો હાથ લાગી ગયા બાદ આ ટોળકી પોતાના વતન નેપાળ તથા અન્ય રાય બેંગ્લોર મુંબઈ વગેરે સ્થળોએ પોતાના સગા–સંબંધીના ઘરે ચાલ્યા જતા હતા અને ત્યારબાદ એકાદ બે વર્ષ બાદ ફરી ચોરી કરવા માટે નીકળતા હોવાનું માલુમ પડું છે. પોલીસે આ ટોળકીના અન્ય સાથીદારોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે
બેલડી બે માસ પૂર્વે જ રાજકોટ આવી હતી
રાજકોટમાં અઢી વર્ષ પૂર્વે પત્રકાર સોસાયટીમાંથી પિયા ૩૭ લાખની ચોરી કરનાર બેલડીએ તે સમયે અન્ય કેટલાક મકાનોને પણ નિશાન બનાવ્યા હતા. બાદમાં આ ટોળકી પોતાના વતન ચાલી ગઈ હતી બે અઢી વર્ષ જેવો સમય થઈ ગયો હોય જેથી આ બેલડી ફરી બે માસ પૂર્વે રાજકોટ આવી હતી.એક માસ પૂર્વે બેલડીએ શારદાનગર વિસ્તારમાં આકાશવાણી ચોક પાસે બધં મકાનમાં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો
ચોરીના પૈસા દેણુ ભરવામાં ખર્ચાઈ ગયાનું રટણ
ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલ આ બેલડી પાસેથી રોકડ માત્ર .૧૦,૫૦૦ કબ્જે થઈ હોય પોલીસે બેલડીને લાખોની ચોરીના પૈસા કોને આપ્યા અથવા તો કયાં ખર્ચ કર્યેા તે બાબતે પૂછતા આ બેલડીએ એવું રટણ કયુ હતું કે ચોરી કર્યા બાદ વતનમાં દેણુ ભરપાઈ કરવામાં આ પૈસા ખર્ચાઈ ગયા હતા
બેલડીએ આપેલી ચોરીની કબૂલાત
આરોપી પ્રવીણ શાહી અને ભરત શાહી તથા તેના અન્ય સાથીદાર ભરત, અનિલ, બુદ્ધિ, અકલ, અક્કલનો સાળો, અભી અને ધીરા સહિતનાઓએ મળી અઢી વર્ષ પૂર્વે પત્રકાર સોસાયટીમાં બધં મકાનમાંથી ચોરી કરી હતી. આ જ સમયગાળામાં આ ટોળકી એ બિગ બજાર પાછળ સાંઇ નગરમાં મકાનને નિશાન બનાવ્યું હતું. એરપોર્ટ રોડ પર શ્રેયશ સોસાયટીમાં મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. બે વર્ષ પૂર્વે વૈશાલીનગરમાં મકાનને નિશાન બનાવ્યું હતું. આજ સમયે મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે મકાનના તાળા તોડા હતા. આજ સમયે સાધુવાસવાણી રોડ પર ત્રિવેણી સોસાયટીમાં મકાન અને નિશાન બનાવ્યું હતું. અઢી વર્ષ પૂર્વે સાંઈ નગરમાં અન્ય એક મકાન,રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે મમ્બાસા પાર્કમાં મકાનમાં, યુનિવર્સિટી રોડ પર જલારામ–૨ ઉમિયા ચોક પાસે,૧૫૦ ફટ રીંગ રોડ પર મોનટાબેલા એપાર્ટમેન્ટ અને મોરબીમાં સનાળા રોડ પર બધં મકાનને નિશાન બનાવ્યું હતું. તેમજ એક માસ પૂર્વે આકાશવાણી ચોક પાસે શારદાનગર સોસાયટીમાં બધં મકાનને આ ટોળકી એ નિશાન બનાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech