નેપાળે ચીનમાં છપાવેલી ચલણી નોટોમાં ભારતના વિસ્તારોને પોતાનો ભાગ ગણાવ્યા

  • October 31, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળના ભાગ ગણાવ્યા: 18 જૂન, 2020ના રોજ નેપાળી બંધારણમાં સુધારો કરીને નવા રાજકીય નકશાને મંજૂરી આપવામાં આવી

નેપાળની કેન્દ્રીય બેંક નેપાળ રાષ્ટ્ર બેંકએ એક ચીની કંપ્નીને દેશના સુધારેલા રાજકીય નકશા સાથે રૂ. 100ની નવી નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. નેપાળની કેબિનેટે 100 રૂપિયાની નોટની ડિઝાઇનમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. જેમાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારો લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળનો ભાગ ગણાવવામાં આવ્યા છે.
નવા રાજકીય નકશાને 18 જૂન, 2020ના રોજ નેપાળી બંધારણમાં સુધારો કરીને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને દેશના ભાગ તરીકે દશર્વિવામાં આવ્યા છે. ભારત પહેલાથી જ નેપાળ દ્વારા કરવામાં આવેલા પ્રાદેશિક દાવાઓને કૃત્રિમ વિસ્તરણ અને અસ્થિરતા ગણાવ્યું છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ નેપાળની સરહદ પર સ્થિત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેનો ભાગ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પધર્ત્મિક વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયા બાદ ’ચાઈના બેંકનોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન’ને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. માહિતી અનુસાર, સેન્ટ્રલ બેંકે કંપ્નીને 100 રૂપિયાની 30 કરોડ નોટ ડિઝાઇન, પ્રિન્ટ, સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે અનુરોધ કર્યો છે, જેની અંદાજિત પ્રિન્ટિંગ કિંમત લગભગ 89.9 લાખ યુએસ ડોલર છે. જો કે નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તા તરફથી આ સંદર્ભમાં પ્રતિક્રિયા મળી નથી.
એટલું જ નહીં પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળના વડાપ્રધાન કેપી શમર્િ ઓલી વગર આમંત્રણે ચીનના પ્રવાસે જવાના છે.એવા અહેવાલ છે કે નેપાળી વિદેશ મંત્રાલય સરકારના નવા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પહેલા વડાપ્રધાન ઓલીની ચીન મુલાકાત માટે તૈયારીઓનો પ્રસ્તાવ આપી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application