નેપાળે પણ એવરેસ્ટ–MDH મસાલા પર પ્રતિબંધ લાદ્યો

  • May 17, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળના ખાધ પ્રૌધોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે બે ભારતીય મસાલા બ્રાન્ડસ એવરેસ્ટ અને એમડીએચની આયાત, વપરાશ અને વેચાણ પર પ્રતિબધં મૂકયો છે. નેપાળ દ્રારા આ મસાલાઓમાં ઇથિલિન ઓકસાઇડના સ્તર માટે પરીક્ષણ કરવામાં આવશે તેમ નેપાળના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.

બે ભારતીય મસાલા બ્રાન્ડસ એવરેસ્ટ અને એમડીએચના મસાલાઓમાં ઇથિલિન ઓકસાઇડનું સ્તર ઐંચું હોવાના સમાચાર પછી નેપાળે આ બે મસાલા બ્રાન્ડસ પર પ્રતિબધં મૂકયો છે.આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા પછી એવરેસ્ટ અને એમડીએચબ્રાન્ડના મસાલા કે જે નેપાળમાં આયાત કરવામાં આવે છે તેની આયાત પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. આયાત પર પ્રતિબધં એક અઠવાડિયા પહેલા લાદવામાં આવ્યો હતો અને અમે તેના બજારમાં વેચાણ પર પણ પ્રતિબધં મૂકયો છે તેમ નેપાળના ખાધ પ્રૌધોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવકતા મોહન કૃષ્ણ મહાર્જને ફોન પર એએનઆઈને જણાવ્યું હતું.

આ બે ચોક્કસ બ્રાન્ડના મસાલામાંના રસાયણો માટે પરીક્ષણો ચાલી રહ્યા છે. અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી પ્રતિબધં ચાલુ રહેશે. હોંગકોંગ અને સિંગાપોર પહેલાથી જ તેના પર પ્રતિબધં મૂકી ચૂકયા છે, તેમના પગલાને પગલે આ પગલું આવ્યું છે, મહર્જને ઉમેયુ હતું. એએનઆઈ સાથે ટેલિફોન વાતચીત.ભારત સરકારના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે વિવિધ દેશોમાં ૦.૭૩ ટકાથી લઈને ૭ ટકા સુધી ઈટીઓના ઉપયોગની મંજૂરી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ દેશો દ્રારા ઈટીઓ ના ઉપયોગ માટે એક ધોરણ ઘડવામાં આવવું જોઈએ. ઉપરાંત, આ દેશોમાં પ્રતિબંધિત મસાલા ભારતની કુલ મસાલાની નિકાસના એક ટકા કરતા પણ ઓછા છે.

દરમિયાન, ભારતના સ્પાઈસ બોર્ડે આ પ્રદેશોમાં ભારતીય મસાલાની નિકાસની સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે. બોર્ડે ટેકનો–સાયન્ટિફિક કમિટીની ભલામણોનો અમલ કર્યેા છે, જેણે મૂળ કારણનું વિશ્લેષણ કયુ હતું, પ્રોસેસિંગ સુવિધાઓનું નિરીક્ષણ કયુ હતું અને માન્યતાપ્રા લેબમાં પરીક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કર્યા હતા.સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ૧૩૦ થી વધુ નિકાસકારો અને એસોસિએશનો, જેમ કે ઓલ ઈન્ડિયા સ્પાઈસીસ એકસપોર્ટર્સ ફોરમ અને ઈન્ડિયન સ્પાઈસ એન્ડ ફડસ્ટફ એકસપોર્ટર્સ એસોસિએશનને સંડોવતા સ્ટેકહોલ્ડર પરામર્શનું પણ આયોજન કયુ હતું.

એપ્રિલમાં, હોંગકોંગ ફૂડ  સેટી વોચડોગે ભારતીય બ્રાન્ડસ એમએડીએચ અને એવરેસ્ટના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબધં મૂકયો હતો કારણ કે તેમાં કેન્સર પેદા કરતા રસાયણો, ઇથિલિન ઓકસાઇડ હોવાનું જણાયું હતું. હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજન સરકારના સેન્ટર ફોર ફડ સેટીએ ૫ એપ્રિલે જાહેરાત કરી હતી કે નિયમિત સર્વેલન્સ પ્રોગ્રામ્સે એમડીએચ ગ્રુપ, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરના ત્રણ મસાલામાં ઇથિલિન ઓકસાઈડની હાજરીનો પર્દાફાશ કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application