વર્ષ 2019 માં કોવિડ-19 ના પછી, સમગ્ર વિશ્વમાં પર્યટન ઠપ્પ થઈ ગયું હતું. લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું હતું અને પર્યટનમાં મોટો ઘટાડો થયો હતો પરંતુ યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2024 માં પર્યટનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
જાણીને નવાઈ લાગશે કે 2024 માં, લોકો મોટી સંખ્યામાં થાઈલેન્ડ કે મલેશિયા નહી પરંતુ યુરોપ ગયા હતા. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024 માં લગભગ 1.4 બિલીયન લોકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી હતી. આમાંથી, 747 મિલિયન લોકો યુરોપ ગયા હતા.
કયા દેશમાં સૌથી વધુ લોકોએ પ્રવાસ કર્યો?
રિપોર્ટ અનુસાર, ફ્રાન્સ પહોંચેલા લોકોની સંખ્યા ભારતની વસ્તી જેટલી છે, જે હાલમાં 1,417 મિલિયન છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ ફ્રાન્સ પહોંચ્યા છે. વર્ષ 2024 માં ફ્રાન્સમાં 100 મિલિયનથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. પછી, સ્પેન બીજા સ્થાને રહ્યું, જ્યાં 98 મિલિયન પ્રવાસીઓ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રીય પર્યટન માર્કેટિંગ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2024નું વર્ષ ફ્રેન્ચ પર્યટન માટે ખૂબ જ સારું હતું, અમને 2025 માટે પણ ઘણી આશાઓ છે."
ફ્રાન્સમાં નોંધાયેલા ૧૦ કરોડ પ્રવાસીઓ પાછળ ઘણા કારણો છે. સમર ઓલિમ્પિક્સ, પેરિસના પ્રતિષ્ઠિત નોટ્રે ડેમ કેથેડ્રલનું પુનઃઉદઘાટન અને નોર્મેન્ડીમાં ડી-ડે લેન્ડિંગની 80મી વર્ષગાંઠ એ ત્રણ મુખ્ય બાબતો છે જેના કારણે દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. ફ્રાન્સના પ્રવાસન વિકાસ ઉદ્યોગ અનુસાર, વર્ષ 2023માં 5 લાખ 50 હજાર ભારતીયોએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. જોકે, વર્ષ 2019માં આ સંખ્યા 7 લાખ હતી.
એશિયા અને મધ્ય પૂર્વમાં પણ પ્રવાસન વધ્યું
આ સાથે માત્ર યુરોપમાં જ નહીં પરંતુ મધ્ય પૂર્વ અને એશિયામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા હતા. UNWTO ના અહેવાલ મુજબ, એશિયામાં 316 મિલિયન પ્રવાસીઓ નોંધાયા હતા. તે જ સમયે, અમેરિકામાં 213 મિલિયન અને મધ્ય પૂર્વમાં 95 મિલિયન પ્રવાસીઓ નોંધાયા હતા.
રિપોર્ટ અનુસાર, મધ્ય પૂર્વમાં કતારના પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે. કતારમાં પ્રવાસનમાં 137 ટકાનો વધારો થયો છે. દેશના માળખાગત સુવિધાઓમાં થયેલા ફેરફારોને કારણે પ્રવાસનને વેગ મળ્યો છે. કતાર એરવેઝને 2024 માં વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન જાહેર કરવામાં આવી છે, જ્યારે દોહાના હમાદ ઇન્ટરનેશનલને વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech