વેરાવળમાં મકાન સમારકામ બાબતે પાડોશીઓનો સશસ્ત્ર હુમલો

  • March 09, 2021 01:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના ભાલકા વિસ્તારમાં મકાનમાં પ્લાસ્ટર કરવાની બાબતે દોઢેક માસ પહેલા સમજાવવા ગયેલ હોય તે બાબતનું મનદુ:ખ રાખી છરી જેવા હથીયારો સાથે પાંચ શખ્સોએ માર મારેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.


આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાલકા કોલોની વિસ્તારમાં રહેતા યાસીફ અબ્દુલ અબ્બાસી ઉ.વ.૪૦ ના સંબંધી તોફીક રસીદભાઇ શખીયાણી તેના મકાનની દિવાલમાં પ્લાસ્ટરનું કામ કરાવતા હોય ત્યારે તેની બાજુમાં રહેતા શબ્બીરબાપુ અલ્વી સૈયદ એ પ્લાસ્ટર કામ કરવાની ના પાડતા યાસીફભાઇ તથા તેનો ભાઇ આરીફ બન્ને શબ્બીરબાપુને સમજાવવા જતા તેઓએ તમારે આમા કંઇ વચ્ચે આવવું નહીં તેમ કહી ઉગ્ર ભાષામાં બોલી તોફીકભાઇ ના મકાનની દિવાલનું પ્લાસ્ટરનું કામ બંધ કરાવી દીધેલ હતું. ઉપરોકત બનાવ બાદ ગત તા.ર માર્ચના રોજ બપોરના સમયે શબ્બીરબાપુ તથા તેનો પુત્ર અસરફબાપુ, તેનો ભાઇ મુસ્તાકબાપુ, તેનો ભાણેજ ઇમ્તીયાઝ સહીતનાએ છરીઓ સાથે આવી તું મારી અને તોફીક ની મેટરમાં વચ્ચે શું કામ આવેલ તેમ કહી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરી પેટના ભાગે મારી દેતા યાસીફભાઇ તથા તેનો ડ્રાઇવર સૈયદબાપુ ને સરકારી હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. આ બનાવ અંગે પોલીસે શબ્બીરબાપુ સૈયદ સહીતના પાંચ સામે ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. મુસાર એ હાથ ધરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS