પાડોશીએ અગાસી પર બોલાવી પોર્ન બતાવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું

  • November 27, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર રોડ પર નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતા વેપારીની સગીર વયની દિકરીને પાડોશમાં રહેતો શખસ આગાસીએ બોલાવી મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે વેપારીની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે દુષ્કર્મ,જાતીય સતામણી અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.અઠવાડિયા પૂર્વે વેપારી પર પર પાડોશમાં રહેતા પિતા-પુત્ર સહિતનાએ હુમલો કરી તેમને મારમાર્યો હતો.વેપારીની સગીર વયની દિકરી સાથે આરોપી અગાશી પર બેઠો હોય તેને ઝાપટ મારતા આ બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.આ અંગે વેપારીની ફરિયાદ પરથી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા વેપારી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા જેનીલ અતુલભાઇ સવાણીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ થાનમાં પાન મસાલાનો છૂટક વેપાર કરે છે જેથી રાજકોટથી થાન અપડાઉન કરે છે તેઓને સંતાનમાં ચાર દીકરીઓ છે.


વેપારીએ જણાવ્યું હતું કે,તા.22/10 ના રાત્રીના દશેક વાગ્યા આસપાસ તેમની 15 વર્ષની દીકરીને બાજુની વિંગમાં રહેતો જેનીલ સવાણીએ અગાસી પર બોલાવી તની ઇચ્છા વિરૂધ્ધ જેનીલે તેને મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવી જાતીય સતમાણી કરી હતી.બાદમાં આ શખસે આટલેથી ન અટકતા સગીરાની મરજી વિરૂધ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.જે અંગે સગીરાએ પરિવારને જણાવતા આ અંગે સગીરાના પિતાએ આ ફરિયાાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી જેનીલ સવાણી સામે આઇપીસીની કલમ 376(3),354(અ) તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણે ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગત તારીખ 19/ 11 ના સાંજના સમયે ફરિયાદીની સગીર વયની દીકરી અહીં ફ્લેટમાં અગાસી પર હતી. ત્યારે બાજુની વિંગમાં રહેતો જેનીલ પણ અગાસીમાં હોય બંનેની જોઈન્ટ અગાસી હોય અને બંને મળતા હતા તે ફરિયાદીના ભાઈ એટલે કે યુવતીના કાકા જોઈ જતા તેણે આ બાબતે ફરિયાદીને જાણ કરી હતી જેથી ફરિયાદી અગાસી પર ગયા હતા અને
(અનુ. નવમા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application