તમારો દીકરો મને ગાળો આપે છે કહી પાડોશીએ ધોકા વડે માર માર્યો

  • June 04, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કુવાડવા આધેડને પાડોશીએ ધોકા વડે મારમાર્યો હતો.પતિને બચાવવા વચ્ચે પડતા તેની પત્નીને થપ્પડ અને હાથમાં ધોકો મારી દીધી હતો. આ અંગે આધેડની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા ગામે હરીઓમ ચોક પાસે રહેતા મુકેશભાઇ જયંતીભાઇ સોઢા(ઉ.વ ૩૮) નામના આધેડે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા દશરથ નાથાભાઇ લઢેરનું નામ આપ્યું છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના આઠેક વાગ્યા આસપાસ તેનો પુત્ર સાગર પાણીનો કેરબો ભરવા માટે બહાર ગયો હતો. બાદમાં પાણીનો કેરબો ઘરે મૂકી પિતાની દવા લેવા માટે બહાર ગયો હતો. ત્યારે ઘરની બાજુમાં રહેતો દશરથ લઢેર ઘરે આવ્યો હતો અને કહ્યું કે, તમારો દીકરો સાગર મને ગાળો આપે છે જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારો દીકરો સાગર ઘરે આવે ત્યારે તું આવજે. આ સાંભળી પાડોશી દશરથ ફરિયાદી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ તેમને ઘરે જવાનુ કહ્યું હતું અને ફરિયાદી પણ પાછળ પાછળ ઘરની બહાર ગયા હતાં.


થોડીવારમાં પાડોશી ધોકો લઈને આવ્યો હતો અને ફરિયાદીને ડાબા હાથ તથા માથાના ભાગે ધોકા વડે મારમાર્યો હતો. ફરિયાદીની પત્ની રેખા બહેન વચ્ચે પડતા તેમને પણ ગાલ પર થપ્પડ મારી, જમણા હાથમાં ધોકો મારી ઈજા પહોંચાડી હતી.બાદમાં ફરિયાદીએ દીકરા સાગરને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ આ અંગે આધેડે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application