કોટડા સાંગાણીમાં રીક્ષાચાલક યુવાન અને તેના બંને ભાઈ પર પાડોશમાં રહેતા શખસે પાઇપ વડે હત્પમલો કરી યુવાનનો હાથ ભાંગી નાખ્યો હતો તેમજ તેમના ભાઈને માથામાં ઇજા પહોંચાડી હતી. પાડોશી ઘર પાસે ઢોર બાંધતો હોય જેથી તેને આ બાબતે સમજાવા જતા ઉશ્કેરાય હત્પમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં
આવી છે.
કોટડા સાંગાણીમાં પોલીસ લાઈન પાછળ રહેતા અને છકડો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર અશોકભાઈ ધીભાઈ મકવાણા (ઉ.વ ૩૭) નામના યુવાને કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા ટીના પાંચાભાઇ ચોરીયાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના સાતેક વાગ્યા આસપાસ પાડોશી ટીનાએ પોતાના ઢોર ફરિયાદીના ઘરની સામે રસ્તામાં બાંધતા હોય જેથી આવવા જવામાં તેમજ વાહન લઈ જવામાં મુશ્કેલી પડતી હોય તેમજ બાળકો નાના હોય જે ચાલીને આવતા હોય તેને પણ ઢોર મારી દે તેવો ડર લાગતો હોય જેથી યુવાન તથા તેનો નાનાભાઈ સુનિલ તથા માંડણ અહીં ઢોર બાંધવા અંગે ટીનાને સમજાવવા ગયા હતાં. ટીનાએ ઉશ્કેરાઇ કહ્યું હતું કે ઢોર તો અહીંયા જ બંધાશે તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો. બાદમાં ફરિયાદીના નાનાભાઈ સુનિલના ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન તેણે પોતાના હાથમાં રહેલ લોખંડનો પાઇપ યુવાનના ભાઇને માથામાં મારી દીધો હતો જેથી યુવાન તથા તેના નાનાભાઈ સુનિલને બચાવવા જતા તેના અન્ય ભાઈ માંડણને પણ પાઇપ મારી દીધો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા ટીનો અહીંથી જતો રહ્યો હતો અને જતા જતા કહ્યું હતું કે, હવે પછી જો દેખાણા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
હત્પમલામાં યુવાન તથા તેના બંને ભાઈને ઈજા પહોંચી હોય ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા યાં એકસરે કરાવતા યુવાનને હાથમાં ફ્રેકચર થયું હોવાનું માલુમ પડું હતું.તેના નાનાભાઈ સુનિલ અને માંડણને પણ માથામાં ટાંકા આવ્યા હતા. બાદમાં તેણે આ અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech