રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં કોર્પેારેટરો મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતા હોવા નો મુદ્દો ઉછળતા તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી એ કોર્પેારેટરોને બોર્ડ મિટિંગમાં મોબાઈલ ફોન સાથે લઈને સભા ગૃહમાં પ્રવેશવા પર પ્રતિબધં મૂકયો હતો તેમ જ જનરલ બોર્ડ મીટીંગ શ થાય તે પૂર્વે કોર્પેારેટરો પોતાના મોબાઈલ ફોન સાચવીને મૂકી શકે તે માટે લોકરની વ્યવસ્થા પણ કરાવી હતી જોકે પ્રમુખ બદલાતા આ નિયમો બદલાઈ ગયા છે અને હવે સભા ગૃહમાં તમામ કોર્પેારેટર મોબાઇલ સાથે પ્રવેશી રહ્યા છે.
નેહલ શુક્લ મોબાઇલ ફોનમાં જ વ્યસ્ત રહ્યા
દરમિયાન આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં વોર્ડ ભાજપના કોર્પેારેટર અને સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર નેહલભાઈ શુકલ સતત તેમના મોબાઈલ ફોનમાં સ્ટોક માર્કેટમાં સેન્સેકસમાં થતા ચડાવ ઉતાર નિહાળતા નજરે પડા હતા. આજની બોર્ડ મિટિંગમાં નેહલ શુકલએ સ્ફોટક વિગતો સામે આવે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ તેમનો પ્રશ્ન ચર્ચામાં ખૂબ પાછલા ક્રમે હોય ચર્ચામાં નહીં જ આવે તેવી ખાતરી જણાતા તેઓ પોતાના મોબાઇલ ફોનમાં જ વ્યસ્ત રહ્યા હતા.
સાહેબ રિપોર્ટ કરાવ્યા કે નહીં?
અલબત્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું કે આજે તેમની તબિયત બરાબર નથી તેથી ડેપ્યુટી કમિશનર પ્રશ્નોના જવાબ આવશે તેવા સમયે નેહલ શુક્લએ કમિશનરને કહ્યું હતું કે, સાહેબ તમારી તબિયત બરાબર નથી તો રિપોર્ટ કરાવ્યા કે નહીં? ન કરાવ્યા હોય તો રિપોર્ટ કરાવી લેજો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ ખાતે યુવાનોની સહકારી પ્રવૃત્તિમાં સહભાગીદારી વિષય ઉપર સેમિનાર
March 20, 2025 11:03 AMચકલીના ચી...ચી... ઘર આંગણે લાવવા ઉપલેટા પંથકના નરેન્દ્ર ફળદુનું અભિયાન
March 20, 2025 11:02 AMસલાયામાંથી પીજીવીસીએલ દ્વારા રૂા. 18.56 લાખની ઝડપાતી વીજચોરી
March 20, 2025 11:00 AMકેનેડા સૌથી ખરાબ દેશ, તેમની સાથે વેપાર સોદો અશક્ય:ટ્રમ્પ
March 20, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech