પોતાની ખોટી ઓળખ આપી સીન સપાટા કરનારને પોલીસે લોકપના દર્શન કરાવ્યા
જામનગરમાં દિગજામ સર્કલ ઓવર બ્રિજ પાસે એક પરપ્રાંતિય શખ્સે દારૂના નશામાં ચકચૂર બનીને પોતાની ખોટી ઓળખ આપી દંગલ મચાવ્યું હતું, આખરે પોલીસ પ્રગટ થઈ હતી, અને નશાબાજને સકંજામાં લઈ લીધો હતો, અને તેને પોલીસ લોકપમાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ નજીક ગઈકાલે રાત્રે એક પરપ્રાંતીય શખ્સે પોતાના બાઈકમાં આવીને ખૂબ જ દારૂ ઢીંચ્યો હતો, અને દંગલ મચાવવાનું શરૂ કર્યું હતું.
પોતાના નામની અલગ અલગ ઓળખ આપીને સીન સપાટા મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલાની પોલીસને જાણકારી થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો, અને નશાબાજ ને અટકાયતમાં લઈ લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પોતે ઉત્તર પ્રદેશનો વતની અને તેનું નામ વિનોદ પાઠક હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોતે નિવૃત્ત ફોઝી તેમજ રાજપૂત સમાજના હોવાની ખોટી ઓળખ આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તેની સામે દારૂબંધી ભંગ અંગેનો કેસ કર્યો હતો, અને પોલીસ લોકપમાં મૂકી દેતાં તેને પોલીસ લોકપની અંદર રાત વિતાવવાનો વારો આવ્યો હતો, જ્યારે તેને કાયદાનું ભાન થવાથી તમામ નશો આખરે ઉતરી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech